આણંદ : અબોલ પશુઓ માટે આશીર્વાદ બનતી એનીમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨
Live TV
-
14 દિવસમાં 180 થી વધુ પશુઓને સારવાર આપવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા આણંદ જિલ્લાને પશુ સારવાર માટે ખાસ એનીમલ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે..ત્યારે આ એમ્બ્યુલન્સ મળ્યાને 14 દિવસમાં જ આણંદ જિલ્લામાં 180 થી વધુ પશુઓને સારવાર આપવામાં આવી છે..રાજય સરકાર દ્વારા જીવ માત્રની ચિંતા કરીને સંવેદનશીલતાથી કાર્યરત છે. જેના ભાગરૂપે પશુ જીવને ઇજા કે બિમારીમાં તત્કાલ સારવાર મળી રહે તે માટે સમગ્ર રાજયમાં એનીમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ ફાળવવામાં આવી છે. આણંદ જિલ્લામાં એનીમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ની સેવાનો તા.25 મી જુનથી પ્રારંભ થયો તે જ દિવસથી તેની કામગીરીનો પ્રારંભ કરી દીધો હતો. ત્યાથી લઈ આજદિન સુધીમાં એટલે કે ૧૪ દિવસમાં આણંદ જીલ્લામાં 180 થી વધુ પશુંઓની તત્કાલ સારવાર આપીને અબોલ-મૂંગા જીવોને બચાવવાની ભગીરથ કામગીરી પાર પાડી છે. આમ, આણંદ જિલ્લામાં એનીમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ પશુઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ સેવાનો લાભ લેવા કોઈ પણ પશુપાલક પોતાના મોબાઈલ ફોનથી ટોલ ફ્રી નંબર 1962 ડાયલ કરીને સેવાનો લાભ મેળવી શકે છે..
