ડાંગમાં આદિવાસી મહિલાઓએ દૂધ ઉત્પાદનમાં કાઠુ કાઢ્યુ
Live TV
-
311 ગામની મહિલાઓ દૂધ મંડળીમાં દૂધ ભરવાનું કામ કરે છે. જેમાંથી 125 દૂધ મંડળીનું દૂધ વઘઇ ચિલિંગ સેન્ટરમાં મોકલવામાં આવે
આદિવાસી બહુલતા ધરાવતા ડાંગ જિલ્લામાં આદિવાસી પરિવારોની મહિલાઓએ દૂધ ઉત્પાદનમાં ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે... ડાંગ જિલ્લામાં 195 મહિલા સંચાલિત દૂધ મંડળીઓ કાર્યરત છે, જેમાં 311 ગામની મહિલાઓ દૂધ મંડળીમાં દૂધ ભરવાનું કામ કરે છે. જેમાંથી 125 દૂધ મંડળીનું દૂધ વઘઇ ચિલિંગ સેન્ટરમાં મોકલવામાં આવે છે જ્યારે બાકી 70 દૂધ મંડળીનું દૂધ સુબીર ચિલિંગ સેન્ટરમાં મોકલવામાં આવે છે.. આમ ડાંગ જિલ્લામાં દૈનિક 40 હજાર લીટરથી વધુ દૂધનું ઉત્પાદન થાય છે.. આ દૂધ ઉત્પાદન થકી મંડળીને દર મહિને ચાર કરોડ જેટલી આવક મળી રહી છે., જેના પરિણામે આદિવાસી પરિવારોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થયો છે તો આદિવાસીઓ મહિલાઓ આત્મનિર્ભરતાની દીશામાં પણ આગળ વધી રહી છે.
