પાટણ જિલ્લામાં વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી
Live TV
-
છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જો કે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા.
જો કે આજે પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર અને રાધનપુર વિસ્તારમા વરસાદી ઝાપટાં પડ્યા હતા. રાધનપુર તાલુકાના કમાલ પુર, સરકાર પુરા, દૈલાણ, ગોતરકા ધોરકડા તો સાંતલપુર તાલુકાના વારાહી,ડાભી , ઉનરોટ અબિયાણા, લીમગામડા લુણીચાણા, ઉનડી જેવા ગામોમાં વરસાદી ઝાપટા પડયા હતા. જિલ્લામાં વરસાદ આવતા ધરતીપુત્રોએ રાહત અનુભવી હતી.
પાટણ જિલ્લામાં પણ લોકોએ વરસાદના પગલે બાફ અને ગરમીથી છૂટકારો મેળવ્યો હતો. જો કે જિલ્લાના બાકી વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં સામાન્ય રીતે ખેતી વરસાદ પર જ આધારિત હોય છે, તેથી વરસાદ ન પડતાં ખેડૂતોમાં ચિંતા વધી છે.
