Skip to main content
Settings Settings for Dark

ડાંગઃ મધઉછેરથી ખેડૂતો બની રહ્યા છે આત્મનિર્ભર, વર્ષે મળે છે 150 કિલોથી વધુ મધ

Live TV

X
  • આત્મનિર્ભર બનીને આદિવાસની પરંપરાને જાળવી રહ્યા છે ડાંગના નિશાણા ગામના દલુભાઇ ગાવિત. નિશાણા ગામમાં આવતાં મહેમાનોનું મધ દ્વારા સ્વાગત કરવામાં આવે છે, કારણકે મધ ઉછેર કરી પ્રેરણાદાયક ઉદાહરણ આ વિસ્તારના આદિવાસી ખેડૂતે પૂરૂ પાડ્યું છે. આવી જ રીતે રંભાસના ચંદ્રસિંગભાઇ પણ મધ ઉછેર કરીનને આર્થિક ઉપાર્જન કરે છે.

    ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી અંદાજીત ૭૦ કિ.મી.ના અંતરે આવેલું અંતરિયાળિ નિશાણા ગામે સાવ અનોખી મહેમાનગતિ કરીને પોતાની અલગ છાપ ઊભી કરી છે. નિશાણામાં ઘરે આવતાં મહેમાનોને ચમચી અને કપ આપવામાં આવે તો ક્ષણિક આશ્ચર્ય જરુર થાય. પરંતુ જ્યારે ખબર પડે કે મધ આપવાની આદિવાસી લોકોની પરંપરા છે ત્યારે આનંદ થાય છે.

    દલુભાઈ ગામીત ગામના આજુબાજુના જંગલમાં ૨૫૦ થી વધુ મધમાખીની પેટીઓ મુકીને મધઉછેર કરે છે. વર્ષે દહાડે 150 કિલોથી વધુ મધ ઉત્પાદન કરે છે. જેનાથી દલુભાઈને રુપિયા 50, 000 હજારથી વધુ વાર્ષિક આવક થાય છે.

    અહીંના જંગલોમા કરાવા નામની વનસ્પતિ ઉગે છે અને તેના ફુલ ૪ થી ૫ વર્ષે જ આવે છે. જેમાંથી વિપુલ પ્રમાણમાં મધમાખીઓ મધ એકત્રિત કરે છે. અહીંના લોકોનું માનવુ છે કે આ જંગલો ના ફુલો ધરાવતી ઔષધિ જ છે અને તેથી જ દરેકના ઘરે મધ મળે છે. જયારે રંભાસ ગામના ચન્દ્રસિંગ ભાઈ પણ મધ પાલન કરી આત્મનિર્ભર બન્યા છે. ડાંગ જિલ્લાના આ બે વ્યક્તિઓ મધ પાલન કરી ડાંગ જિલ્લાનું ઔષધિય મધ દૂર દૂર સુધી પહોંચાડી સારી આવક મેળવે છે.

    અંતરિયાળ એવા આ બંને ગામના ખેડૂતોએ પાતની આગવી કોઠા સૂઝ અને પોતાની આસપાસ મળી રહેતી સ્થાનિક વનસ્પતિઓના ઉપયોગ દ્વારા આર્થિક ઉપાર્જન કર્યુ છે, જે અન્ય માટે પણ પ્રેરણાદાયક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply