ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા ત્રણ પ્રકારના ખાદ્યતેલ લોન્ચ કરાયા
Live TV
-
આત્મનિર્ભરતા તરફ પ્રથમ કદમ ઉઠાવતા ,સીંગતેલ, કપાસિયા તેલ અને સરસવનું તેલ લોન્ચ
આણંદ સ્થિત ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા આત્મનિર્ભરતા તરફ પ્રથમ કદમ ઉઠાવતા ,સીંગતેલ, કપાસિયા તેલ અને સરસવનું તેલ લોન્ચ કરવા માં આવ્યું છે. ગુજરાત માં ,તેલિબિયાં નું વાવેતર કરતા ખેડૂતોને સ્થિર અને પોષણ યુક્ત ભાવ પૂરા પાડવા માટે ,જન્મય ફાર્મ ,ફ્રેશ ખાદ્યતેલની શ્રેણી રજૂ કરવા માં આવી છે,અમૂલ ના ,એમ.ડી. ,R.S. સોઢીએ જણાવ્યું હતું કે 36 લાખ દૂધ ઉત્પાદક ખેડૂતો છે. આમાંના કેટલાક ખેડૂતો, મગફળી, કપાસિયા, રાયડો વગેરે તેલિબિયા નું ગુજરાત માં ,વાવેતર કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,આત્મનિર્ભરતા માટે ,હાકલ કરી છે ત્યારે ,તે દિશ માં ,આ એક પહેલ છે. જન્મય ઓઈલ શ્રેણી માં ,સિંગતેલ, કપાસિયા તેલ, સૂર્યમુખી તેલ, મસ્ટર્ડ ઓઈલ ,અને સોયાબીન ઓઈલ નો ,સમાવેશ થશે. આ ખાદ્ય તેલ 1 લીટર ના પાઉચ, અને 5 લીટર ના જાર ,તથા 15 કિલોગ્રામના ટીન પેકીંગ માં, ઉપલબ્ધ થશે. આ પ્રોડ્કટસ નું પેકેજીંગ, ઉત્તર ગુજરાતમાં ,પાલનપુર નજીક ,નવા અને આધુનિક પ્લાન્ટ માં, કરવામાં આવશે. જન્મય ખાદ્ય તેલ શરૂઆત માં ,ગુજરાત અને રાજસ્થાન ના બજારો માં ,ઉપલબ્ધ કરવામાં આવ્યું છે
