આણંદ : આયુર્વેદિક ઉપચાર દ્વારા કેન્સર પીડિતે બીમારીને આપી મ્હાત
Live TV
-
મક્કમ મનોબળના માનવીને હિમાલય પણ નડતો નથી. આ વાત આણંદના એક કેન્સર પીડિત દર્દીએ સાબિત કરી બતાવી છે. છેલ્લા આઠ વર્ષથી કેન્સર જેવી જીવલેણ બીમારીનો સામનો કરી રહેલ ઉમેશ પટેલે આખરે આ બીમારીને માત આપી છે.
વર્ષ 2013માં કેન્સર હોવાનું માલુમ પડતાં ઉમેશભાઈએ અનેક દવાખાનાઓમાં સારવાર કરાવી હતી. જોકે ઉમેશભાઈનું માનવું છે કે, આવી જીવલેણ બીમારીઓમાં એલોપેથી દવાની સાથે સાથે આયુર્વેદ વધુ કારગર સાબિત થાય છે.
તેમણે લક્ષ્મીતરુ નામના વૃક્ષના ઉકાળાનું નિયમિત સેવન કરીને કેન્સરને હરાવી દીધું છે. તે પોતે સ્વસ્થ થતાં હવે તેઓ અન્ય લોકોને પણ આ અંગે માહિતી આપી રહ્યાં છે. તેમજ આવા આયુર્વેદિક વૃક્ષોનો ઉછેર કરવા લોકોને સલાહ આપી રહ્યાં છે.
