Skip to main content
Settings Settings for Dark

આણંદના બોરીયાવી ગામે ખેડૂતો ઓર્ગેનિક પદ્ધતિથી હળદરની ખેતીમાં સફળતા મેળવી

Live TV

X
  • દેવેશભાઈ પટેલને સફળ ખેડૂત તરીકે રાજ્ય -કેન્દ્ર તેમજ ઇન્ટરનેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે

    અલી સૈયદ : આણંદના બોરીયાવી ગામના એક સફળ ખેડૂતે હળદરની ઓર્ગેનિક પદ્ધતિ થી ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવી-દેશ -વિદેશમાં જાતે જ એક્સપોર્ટ કરી રહ્યા છે. બોરીયાવી ગામના દેવેશભાઈ પટેલ પોતાની આગવી સૂઝબૂઝથી ઓર્ગેનિક હળદરની ખેતી કરી ઉત્તમ આવક મેળવી છે.દેવેશભાઈ પેટલની વાત કરવામાં આવે તો પોતે કોમ્પ્યુટર ઈજનેરની ડિગ્રી ધરાવે છે..દેવેશભાઈ દ્વારા હળદરનું ઉત્પાદન કરી પોતે જાતેજ પ્રોડક્ટ જેવી કે હળદર પાવડર,હળદરમાંથી સુંઠ,હળદર નું અથાણું, હળદરનું જ્યુસ,કોરોનોની મહામારી વચ્ચે હળદરની કેપ્સુલ બનાવી ઉત્તમ આવક મેળવી છે હળદરના પાકની એક એકરે માત્ર પોણા બે લાખનો ખર્ચ કરી ચાર લાખની આવક મેળવે છે..

    દેવેશભાઈ દ્વારા હળદરના ઉત્પાદની જો વાત કરવામાં આવેતો કોઈપણ કેમિકલ્સ કે પેસ્ટીસાઈઝ ના ઉપયોગ વગર એક એકરે -ચાર કિવન્ટલ બિયારણ વપરાય છે જેની કિંમત 80 હજાર થાય છે. જેમાં ખાતર -લેબર નો ખર્ચ મળી ટોટલ એક એકરે એક લાખ છોત્તેર હજાર જેટલો ખર્ચ થાય છે જેમાંથી 200 કિવન્ટલ ઉત્પાદન કરી હાલનું બજાર ભાવ 2500 રૂપિયા કિવન્ટલ એટલે છ લાખ પચ્ચીસ હજાર જેટલી માતબર આવક મળવે છે જેમાં ચાર લાખ જેટલો ચોખ્ખો નફો કરી ઉત્તમ ખેડૂતની નામના મેળવી છે.

    દેવેશભાઈ પટેલને સફળ ખેડૂત તરીકે રાજ્ય -કેન્દ્ર તેમજ ઇન્ટરનેશનલ એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે.. આજે તેમના ફાર્મ પર દેશ વિદેશના કૃષિ વૈજ્ઞાનિક વર્ષ દરમિયાન મુલાકાત લેતા હોય છે.. સાથે સાથે દેવેશભાઈ આણંદ કૃષિ યુનિર્વસિટીમાં પણ કૃષિના શિક્ષણ લેતા વિધાર્થીઓને પણ માર્ગદર્શન પૂરું પાડી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે..હળદરમાંથી અન્ય પોડકટ બનાવવા માટે દેવેશભાઈ દ્વારા જાતે અનેક આધુનિક મશીનો પણ વિકસાવ્યા છે સાથે સાથે અનેક લોકોને રોજીરોટી પણ આપી છે..પોતે ઓનલાઇન વેબસાઈટ દ્વારા ડાઇરેક્ટ ઓડરો પણ લઇ પોતે માર્કેટિંગ કરી પોતે બનાવેલ પોડકટ સીધી ગ્રાહક પાસે પહોચાડી ઉત્તમ આવક મેળવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply