Skip to main content
Settings Settings for Dark

ડભોઈના કરનાળીમાં કુબેરભંડારી મહાદેવ મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકાયું

Live TV

X
  • મંદિરના ગર્ભગૃહમાં હાલ દર્શન બંધ રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન કરી શકાશે

    રાજ્ય સરકાર દ્વારા 8મી જૂન થી રાજ્ય ના વિવિધ મોટા મંદિરો ને ખુલ્લા મૂકવા માટે અનલોક 1.0 માં પરવાનગી આપી છે. જ્યારે ડભોઇ તાલુકાના કરનાળી ગામે આવેલા કુબેરભંડારી મહાદેવ મંદિરે અમાસ ના દિવસે ભક્તો ની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. છેલ્લા 3 માસ થી લોકડાઉન અને કોરોના વાઇરસ ની ગંભીરતાને ધ્યાન માં લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં નિજ મંદિર માં દર્શન બંધ રાખવામા આવ્યા હતા જે હવે આજ થી ખુલ્લા કરવામાં આવ્યા છે. મંદિર પરીસરને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સેનેટાઈઝ બાથ, સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ની જગ્યા, સહિત સરકારના વિવિધ નીતિનિયમોના આધારે તૈયારીઓ કરવામાં આવી છે . મંદિરના ગર્ભગૃહમાં હાલ દર્શન બંધ રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન કરી શકાશે. જ્યારે ધાર્મિક વિધિવિધાન ફળ ફૂલનો ચઢાવો નહિ કરી શકાય. દર્શનાર્થીઓ એ પગરખાં પોતાના વાહનમાં ઉતારી મંદિરમાં સેનેટાઈઝ ટનલમાં થઈને પ્રવેશ કરવાનો રહેશે. શ્રદ્ધાળુઓએ પ્રવેશ માટે અને બહાર નીકળવા માટે નિર્ધારિત જુદાં જુદાં માર્ગોનો જ ઉપયોગ કરવાનો રહેશે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply