ભાવનગરમાં અષાઢી બીજે નહી નીકળે રથયાત્રા
Live TV
-
આ વર્ષે રથયાત્રાના શુકન પૂરતા પૂજન માટે મંદિર પરિસરમાં જ રાજવી પરિવાર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે
ભાવનગર શહેરમાં અષાઢીબીજ પર્વે નીકળતી રાજ્યની બીજા નંબર ની રથયાત્રા આ વર્ષે કોરોના મહામારી ને કારણે માર્ગો પર નીકળશે નહિ. સર્વજન હિતાય,સર્વજન સુખાય ને ધ્યાને લઇ સરકાર ની ગાઈડ લાઈન મુજબ આ વર્ષે રથયાત્રાના શુકન પૂરતા પૂજન માટે મંદિર પરિસર માં જ રાજવી પરિવાર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે. પણ રથયાત્રા તેના માર્ગ પર નીકળશે નહિ.ભાવનગર રથયાત્રા સમિતિ દ્વારા ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં સરકારની મંજૂરી ન મળતા આ વર્ષે પારંપરિક રથયાત્રા બંધ રાખવાના નિર્ણય અંગે ની માહિતી આપવામાં આવી હતી. જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રા પણ રોકી દેવાનો કોર્ટે આદેશ કર્યો છે. 23 મીએ સવારે 4 કલાકે મર્યાદિત લોકો ની ઉપસ્થિતિ માં પૂજન અને સવારે 7 કલાકે રાજવી પરિવાર ના હસ્તે પહિંદ વિધિ મંદિર પરિસર માં યોજી રથને શુકન પૂરતો ત્યાં જ ખેચી ત્યાં જ તેનું સમાપન કરી દેવામાં આવશે.
