Skip to main content
Settings Settings for Dark

વલસાડઃ વિજ્ઞાન કેન્દ્રમાં સૂર્યગ્રહણને નિહાળવા કરાઈ ખાસ વ્યવસ્થા

Live TV

X
  • ઐતિહાસીક સૂર્યગ્રહણને નિહાળવા વલસાડ જિલ્લાના ધરમપુર ના વિજ્ઞાન કેન્દ્ર માં પણ વિશેષ વ્યવસ્થા

    આજના ઐતિહાસીક સૂર્યગ્રહણને નિહાળવા વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં અતિ આધુનિક ટેલિસ્કોપ દ્વારા ખગોળપ્રેમીઓએ આ ઐતિહાસિક ખગોળિય ઘટનાને નિહાળી હતી, અને સૂર્યગ્રહણથી થતી અસરો અંગે પણ જાણકારી મેળવી હતી.

    મહત્વપૂર્ણ છે કે ધરમપુરના આ વિજ્ઞાનકેન્દ્ર માં તમામ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ સહિતની મહત્વની ખગોળીય ઘટનાઓને નિહાળવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી સામાન્ય દિવસોમાં આવી ખગોળીય ઘટનાઓ વખતે મોટી સંખ્યામાં ખગોળપ્રેમીઓ ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેતા હોય છે.

    જો કે કોરોનાના કારણે આ ઐતિહાસિક સૂર્યગ્રહણને નિહાળવા નહિવત લોકો જ આવ્યા હતા તો બીજી તરફ ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કોરોના સંક્રમણની શક્યતાને જોતા ખગોળ પ્રેમીઓને ઘરે જ બેસીને જોવાનું જણાવ્યું હતું અને તેના માટે ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સોશિયલ મીડિયા પરથી લાઈવ પણ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply