Skip to main content
Settings Settings for Dark

માતાએ લિવરના હિસ્સાનું દાન કરી પોતાની બાળકીને બચાવી; 12 કલાકની સફળ સર્જરી બાદ 2 વર્ષની બાળકીને મળ્યું નવજીવન

Live TV

X
  • અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં 12 કલાકની સફળ સર્જરી બાદ 2 વર્ષની બાળકીને મળ્યું નવજીવન

    સિમ્સ હોસ્પિટલના ડૉક્ટર અને પેરા મેડિકલ સ્ટાફના 30 સભ્યની ટીમે 12 કલાકની સફળ સર્જરી કરી બે વર્ષની બાળકીને નવજીવન આપ્યું છે. બાળકીને સફળ સર્જરીથી લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. સર્જિરી પહેલા ડૉક્ટર અને સ્ટાફના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી. પરંતુ સૌથી પહેલો પડકાર ડૉક્ટર માટે એ હતો કે આ બાળકી અને તેની માતાનું બ્લડગ્રુપ અલગ અલગ હતું. તેથી પ્લાઝમાં ફેરાસીસથી ટ્રાન્સપ્લાન્ટ પહેલા ડાયાલીસીસથી બાળકીના લોહીમાંથી એન્ટિબોડી દૂર કરાયા અને ત્યારબાદ આગળની સફળ સર્જરી કરાઈ હતી. સિમ્સના લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉક્ટર આનંદ ખખ્ખરે જણાવ્યું હતું કે બાળકી હિરવા લિવરની વારસાગત બીમારી સિટ્રુલિનેમિયા ટાઈપ-1થી પીડાતી હતી. બાળકીની માતાએ પોતાના લિવરના હિસ્સાનું દાન કર્યું અને ડૉક્ટર તથા તેમના સ્ટાફે અશક્ય લાગતું ટ્રાન્સપ્લાન્ટ સફળ રીતે પાર પાડ્યું. તો બાળકીના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સિમ્સ ફાઉન્ડેશન મિલાપે આર્થિક સહાય કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply