87 દિવસ બાદ સાળંગપુર મંદિરના દ્વાર ખૂલ્યા
Live TV
-
મંદિરમાં ભકતોનું થર્મલ સ્કેનિંગ, સેનેટાઈઝેશન અને માસ્ક પહેરવું ફરજિયાત
કોરોના મહામારી અને લોકડાઉનના પગલે 87 દિવસ બંધ રહેલું પ્રસિધ્ધ સાળંગપુર મંદિર આજથી ફરી ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું છે. અનલોક-1માં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 8 જૂન થી તમામ ધાર્મિક સ્થળો નિયમો અને શરતો સાથે ખોલવાની મંજૂરી આપેલી હતી. જે અંતર્ગત આજે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર ખોલવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકો દાદાના દર્શન માટે ઉમટી પડ્યાં હતાં,. મંદિરમાં ભકતોનું થર્મલ સ્કેનિંગ સહિત ભાવિકોને સેનેટાઈઝ કરવા તેમજ લોકો ફરજીયાત માસ્ક પહેરે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. તમામ ભક્તો સવારે 7:30 થી 10:00 કલાક તેમજ સાંજે 4:00 થી 6:00 દરમ્યાન દાદાના દર્શનનો લાભ લઈ શકશે. આ ઉપરાંત કોઈપણ ભાવિકને આરતીનો લાભ નહિ મળે તેમજ મંદિર પ્રસાશન દ્વારા ભોજનાલય તેમજ ધર્મશાળા પણ બંધ રાખવામાં આવી છે.
