આણંદ કૃષિ યુનિવર્સિટીએ તૈયાર કર્યુ લેક્ટોઝ ફ્રી દૂધ
Live TV
-
લેકટોઝ ફ્રી દૂધ ના સેવનથી બાળકોને ઝાડા થવા, પેટ દુખવુ કે ઉલટી જેવી સમસ્યા હલ થશે
આણંદ કૃષિ યુનિવર્સિટીએ સ્વદેશી ટેકનોલોજીથી કિંમતમાં સસ્તુ અને પચવામાં સરળ, લેક્ટોઝ ફ્રી દૂધ તૈયાર કર્યું છે.ભારતની ડેરીઓને અત્યાર સુધી લેક્ટોઝ ફ્રી દૂધ ઉત્પાદનની ટેકનોલોજી માટે વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું. દૂધને પોષક આહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અનેક પ્રકારના પ્રોટીન આપતું દૂધ સ્વાસ્થ્ય માટે લાભકારક છે પરંતુ વર્તમાન સમયમાં દૂધને પચાવવાની ક્ષમતા લોકોમાં ઘટી રહી હોવાનું તબીબી કારણ જોવા મળે છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના ડેરી સાયન્સ ના વૈજ્ઞાનિકો દ્વારા સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગથી લેકટોઝ ફ્રી દૂધ તૈયાર કર્યું છે. દેશના મોટા ભાગના ડેરી ઉત્પાદકો ડેનમાર્ક જેવા દેશોમાં કુત્રિમ રીતે વિકસિત એન્ઝાઇમ્સ આયાત કરીને લેકટોઝ ફ્રી દૂધ તૈયાર કરે છે. લેકટોઝ ફ્રી દૂધ અંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના ડેરી સાયન્સ વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા યુનિવર્સિટીની લેબોરેટરીમાં સંશોધન હાથ ધર્યું હતું.જેમાં મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત લેક્ટોઝ ફ્રી દૂધ ઉત્પાદન કરવાની સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી વિકસાવી છે.જેથી હવે ડેરીઓ સ્વદેશી ટેકનોલોજીથી લેકટોઝ ફ્રી દૂધ ના સેવનથી બાળકોને ઝાડા થવા, પેટ દુખવુ કે ઉલટી જેવી સમસ્યા હલ થશે.
