આણંદ પાલિકાના સેલ્ટર હોમમાં 80 ગરીબોને રહેવા-જમવાની સુવિધા અપાઇ
Live TV
-
આણંદ ખાતે આવેલ સેલ્ટર હોમ ગરીબોનો આશ્રયસ્થાન બન્યું છે. ઘર વિહોણા 80 નિરાધાર ગરીબોને પુરવઠા વિભાગ દ્વારા ચા-નાસ્તો અને જમવાની વ્યવસ્થા ઉભી કરાઇ છે.
આણંદ ખાતે આવેલ સેલ્ટર હોમ ગરીબોનો આશ્રયસ્થાન બન્યું છે. ઘર વિહોણા 80 નિરાધાર ગરીબોને પુરવઠા વિભાગ દ્વારા ચા-નાસ્તો અને જમવાની વ્યવસ્થા ઉભી કરાઇ છે. ભારત સરકાર દ્વારા પુરસ્કૃત રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી ઘર વિહોણા અને આશ્રયની યોજના હેઠળ આણંદ શહેરના નિરાધાર ,ભટકતા, કચરો વિણતા, દિવ્યાંગ, વૃદ્ધ અશક્ત એવા વ્યક્તિઓને રહેવા સાથે ભોજન અને જીવન જરૂરિયાતની તમામ સેવા પાલિકાના સેલ્ટર હોમમાં આપવામાં આવી છે.
આણંદ પાલિકાના સંચાલિત સેલટર હોમ એટલે કે નિરાધાર ગરીબ પરિવારો માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આશ્રય સ્થાન શરૂ કરવામાં આવ્યું હતું. તેનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થયું હતું. આ આશ્રય સ્થાન ઉપર હાલ 80 જેટલા નિરાધાર લોકો આશ્રય મેળવી રહ્યા છે. આ લોકોને નગરપાલિકા દ્વારા સામાજિક સેવાભાવી સંસ્થાના માધ્યમથી ગુણવત્તાયુકત ભોજન ચા-નાસ્તો વગેરે પૂરું પાડવામાં આવી રહ્યું છે. આણંદ શહેરમાં ગરીબોના આશ્રય સ્થાન ચાલી રહેલી આ પ્રવૃત્તિ સરાહનીય બની છે.
જિલ્લા કલેકટર આર.જી.ગોહેલના માર્ગદર્શન હેઠળ, અધિક કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણીયા દ્વારા આ નિરાધર લોકોને અન્ન બ્રહ્મ યોજના હેઠળ જોડીને તેઓને 10 કિલો ઘઉં અને 5 કિલો ચોખાનું વિતરણ માટે પરમીટની વ્યવસ્થા કરવામાં આવી અને આ વ્યવસ્થાપન સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવે અને તેની ગુણવત્તાસભર રસોઈ બનાવી નિયમિત રીતે આશ્રિતોને પૂરી પાડવામાં આવે છે.
