Skip to main content
Settings Settings for Dark

ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા રાણીની વાવ ખાતે યોજાયો સંગીત, નૃત્ય, અને યોગનો ત્રિવેણી સંગમ

Live TV

X
  • આજે સમગ્ર વિશ્વમાં બે દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આજે છે વિશ્વ સંગીત દિવસ અને વિશ્વ યોગ દિવસ. આજના દિવસને આ બંને કલા અને યોગ સાથે નવીન રીતે ઉજવવાની પહેલના ભાગરૂપે ગુજરાતના પાટણ શહેર સ્થિત આવેલી ઐતિહાસિક રાણકી વાવ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના 75 વર્ષ પૂરા થતાં ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા રાણીની વાવ ખાતે આજે યોગની સાથે સાથે સંગીત અને નૃત્ય રજૂ કરાયા હતા. રાણીની વાવ પર યોગ અને તેની સાથે સંગીત અને નૃત્ય એમ ત્રણેયનો ત્રિવેણી સંગમ કરાયો હતો. કલાકારોએ  ટ્રેડિશનલ ડ્રેસમાં રાણીની વાવ ખાતે તેમનું પર્ફોમન્સ રજૂ કરી દેશને સમર્પિત કર્યું હતું .

    આ સંગીત, નૃત્ય, અને યોગનો અદ્ભૂત ત્રિવેણી સંગમ નયનરમ્ય તેમજ પ્રેરણાદાયી નજારો બક્ષતા હતા. આવા કાર્યક્રમોથી લોકોમાં આપણા પ્રાચીન વારસાની જાળવણી અને મહત્વ વિશેની સમજ  વધુ સુદ્રઢ બનશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply