મોરબી: પિતાને શોર્ટ ફિલ્મ સમર્પિત કરી અનોખી રીતે મનાવ્યો "ફાધર્સ ડે"
Live TV
-
આજે વિશ્વભરમાં ફાધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે. ફાધર્સ ડે એટલે પિતા પોતાના સંતાનો અને પરિવાર માટે જે ત્યાગ કરતા હોય છે તેને સન્માનવાનો અને ઋણ સ્વીકાર કરવાનો દિવસ. ફાધર્સ ડે ની ઉજવણી સૌ કોઈ અલગ અલગ રીતે કરતા હોય છે. ત્યારે મોરબીના એક યુવાને આજ અનોખી રીતે જ ફાધર્સ ડેની ઉજવણી કરી હતી. મોરબીના યુવાન પ્રીયાંસુ રાઠોડે પોતાના પિતા માટે એક શોર્ટ ફિલ્મ બનાવીને આજના અવસરે પિતાને અર્પણ કરી હતી. ફિલ્મમાં પ્રિયાંશુએ કરકરસર થકી કઈ રીતે પિતાને મદદ કરી શકાય એ વિષયને વણી લીધો છે.સાથે જ પિતા જે સાંસારિક જવાબદારીઓ નિભાવે છે એ માટે કૃતજ્ઞતા પણ વ્યકત કરી છે આ શોર્ટ ફિલ્મ બાવવામાં તેને પિતા ઉપરાંત પોતાની શાળાના ટ્રસ્ટી અને પ્રિન્સીપાલ સહિતના લોકોનો સહયોગ પ્રાપ્ત થયો હોવાનું યુવકે જણાવ્યું હતું. યુવાન જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાનાં ટ્રસ્ટીએ કોરોના મહામારીના સમયમાં ઘરે બેસીને વિદ્યાર્થીએ કરેલી ક્રિએટીવીટીથી સમગ્ર શાળા પરિવારને તેના પર ગૌરવ હોવાનું જણાવ્યુ હતુ.
આજના આ દિવસે યુવાન દ્વારા તેના પિતાને એક અનોખી ભેટ આપવામાં આવી હતી.
