Skip to main content
Settings Settings for Dark

અમરેલી અને બોટાદમાં પ્રથમ વરસાદ બાદ જ ખેડૂતોએ શરુ કરી વાવણી

Live TV

X
  • ગુજરાતમાં હવે સત્તાવાર ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે છેલ્લા બે દિવસથી ગુજરાતના અલગ અલગ 211 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે બોટાદ જિલ્લામાં પણ વાવણી લાયક વરસાદ પડતા જિલ્લાના ખેડૂતોએ વાવણી શરૂ કરી છે. જિલ્લામાં મુખ્યત્વે કપાસ, મગફળી અને તલની વાવણી કરવામાં આવી છે. આ વર્ષે જિલ્લામાં કપાસ કરતા મગફળીનું વાવેતર થવાની શક્યતાઓ વધુ દેખાઇ રહી છે. મગફળીનું વાવેતર કરતા ખેડૂતોમાં  વાવેતર બાદ ખુશી જોવા મળી હતી. બોટાદ જિલ્લામાં ખેડૂતો દ્વારા કપાસ ,મગફળી અને તલની વાવણી શરુ કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે પણ ખેડૂતોએ સારા વરસાદની સાથે સારા પાક ઉપજની આશા વ્યક્ત કરી છે. 

    તો બીજી તરફ અમરેલી જિલ્લામાં તાઉતે વાવાઝોડાના કહેર બાદ હવે મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સ્વાભાવિક રીતે ખેડૂતો 2 થી 3 વરસાદ બાદ વાવણીની શરૂઆત કરતા હોય છે, પણ આ વર્ષે પ્રથમ વરસાદ જ સારો થતા પહેલા વરસાદમાં જ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ઘારી, બગસરા સહિતના ખેડૂતો પાકોની વાવણી શરૂ કરવાના કાર્યમાં લાગ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply