Skip to main content
Settings Settings for Dark

આણંદ: સરદાર સ્મૃતિ શાળા મહિલા સશક્તિકરણનું કેન્દ્ર બની

Live TV

X
  • 200 જેટલી મહિલાઓએ ગુજરાત આજીવિકા મિશન હેઠળ તાલીમ મેળવી

    સરદાર વલ્લભભાઈ પટેલે આણંદ જીલ્લાના કરમસદની જે પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું હતું, તે સરદાર સ્મૃતિ શાળા મહિલા સશક્તિકરણનું કેન્દ્ર બની છે. આ શાળામાં 200 જેટલી મહિલાઓ ગુજરાત આજીવિકા મિશન હેઠળ તાલીમ લઇને આર્થિક રીતે પગભર બની રહી છે. નડીયાદમાં જન્મેલા સરદાર સાહેબે કરમસદમાં ધોરણ પાંચ સુધીનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. એ પછી વર્ષ 2014માં આ શાળાનો જીર્ણોદ્ધાર કરીને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે તેનું લોકાર્પણ કરાયું હતું. સરદાર પટેલની સ્મૃતિમાં શાળાને સરદાર પટેલ સ્મૃતિ શાળા નામ આપવામાં આવ્યુ છે. આ શાળામાં ગુજરાત લાઇવલીહુડ પ્રોગ્રામ એટલે કે મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે સિવણ ક્લાસ, તેમજ ભરતગૂંથણ અને હસ્તકલા ના તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply