બેટી બચાવોનો સંદેશ લઈને નેપાળથી ધ્રાંગધ્રાનો સાયકલ પ્રવાસ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજને બેટી બચાવો, પર્યાવરણ બચાવો અને સ્વચ્છતા અભિયાનનો સંદેશ આપ્યો છે. ધ્રાંગધ્રાની સ્કુલના પ્રિન્સિપાલ રમેશભાઈ ધાંધરે પર્યાવરણની જાળવણી, સ્વચ્છતા અને બેટીબચાવોનો સંદેશ લઈને નેપાળથી ધ્રાંગધ્રાનો સાયકલ પ્રવાસ કર્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ આઈ. કે.જાડેજા ના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શહેર ની જુદીજુદી સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરાયું હતું. તેમણે નેપાળથી ધ્રાંગધ્રાના 2600 કિલોમીટરના સાયકલ પ્રવાસમાં વિવિધ રાજ્યોમાં ફરીને બેટીબચાવ અને પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ધ્રાંગધ્રાના યુવાનો, શહેરની જુદીજુદી સંસ્થાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમજ વિવિધ સમાજના લોકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યુ હતું.
