Skip to main content
Settings Settings for Dark

આણંદ : સારસા ખાતે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા સચિવ અવંતિકાસિંઘ

Live TV

X
  • સત કૈવલ આઈ હોસ્પિટલ ખાતે અવિચલદાસજી મહારાજની પ્રેરણા અને વહીવટી તંત્રના સહયોગથી કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને અપાઈ રહી છે ઉત્કૃષ્ઠ સારવાર

    આણંદ જિલ્લાના પ્રભારી સચિવ અને કોરોના સમયે ખાસ ફરજ ઉપરના સચિવ અવંતિકાસિંઘ આણંદના સારસા ગામે કોવિડ કેર સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા..અહીં પ્રભારી સચિવે સારવાર હેઠળના દર્દીઓ અને  તેઓને મળતી તબીબી સુવિધા અને સંભવિત દર્દીઓ માટેની વ્યવસ્થાની વિગતોથી વાકેફ થયા હતા.પ્રભારી સચિવ અવંતિકા સિંહ દ્વારા કૈવલ જ્ઞાનપીઠના સપ્તમ કુવેરાચાર્ય પ.પૂ.આચાર્યશ્રી અવિચલ દાસજી મહારાજની મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતા.આચાર્યશ્રી અવિચલ દાસજીએ સંસ્થા દ્વારા કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં અપાતી સુવિધા અને ભવિષ્યમાં આવનારા સંભવિત દર્દી ઓ માટે પુરી તૈયારી હોવાનું અને તંત્રને પુરો સહયોગ આપવાનું જણાવ્યું હતું..આ મુલાકાત દરમિયાન આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલ, આણંદ જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી, આણંદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ તથા સારસા ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. 

    સચિવ અવંતિકા સિંઘે આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લાની કોવિડની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી..આ સમીક્ષા બેઠકમાં જિલ્લાની હાલ કોરોના સંક્રમિત દર્દી, હોસ્પિટલોમાં દાખલ દર્દી ,સ્વસ્થ્ય થતા દર્દી અને હોમ કોરોન્ટાઈન દર્દી અને તેઓની લેવામાં આવતી કાળજી સાથે સાથે મુખ્યમંત્રીના આદર્શ અભિગમ એવા મારુ ગામ કોરોના મુક્ત ગામ હેઠળ ગામે ગામ કાર્યરત કોવિડ કેર સેન્ટરો અને દાતાઓ તરફથી મળી રહેલો સહયોગ સહીત અને હજુ ભવિષ્યમાં આવનારા કોરોના સંક્રમણના આયોજનની અંગે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો અને પ્રભારી સચિવએ જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. પ્રભારી સચિવ અવંતિકા સિંઘ અને કલેક્ટરશ્રી આર.જી.ગોહીલ ,ડી.ડી.ઓ.શ્રી આશિષ કુમારે મારૂ ગામ કોરોના મુક્ત ગામ હેઠળ મોગરી ગામની પ્રાથમિક શાળામાં ચાલતા કોવિડ કેર સેન્ટરની પણ મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું 


     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply