Skip to main content
Settings Settings for Dark

આણંદ : 14 જાન્યુઆરીના રોજ કાસોર ખાતે બાલકુવેરનો મહાભિષેક કાર્યક્રમ

Live TV

X
  • સારસા અને કાસોરમાં આવેલા બાલકુવેર મંદિરે મહાભિષેકનું ભવ્ય આયોજન

    અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૈવલ જ્ઞાનપીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય પૂ.અવિચલદાસજી મહારાજના સાધુદીક્ષાના 50 વર્ષ પૂર્ણ થતા આણંદના સારસા અને કાસોર(બાલકુવેર) ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયુ છે..તા.4 થી 14 જાન્યુઆરી વચ્ચે યોજાયેલા અવિચલદાસજી મહારાજ સાધુદીક્ષા મહોત્સવમાં સંત સંમેલનમાં દેશના પ્રસિદ્ધ સાધુ સંતો અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, સાંસદ અને ધારાસભ્યો સહિત સમાજના અગ્રણી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...હવે આગામી 14 જાન્યુઆરીના રોજ કાસોર ખાતે આવેલા બાલકુવેરનો મહાભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે..જેમાં સવાસો કળશથી બાળકુવેરનો મહાભિષેક કરવામાં આવનાર છે.જેમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેવા ઉમટશે..આ અંગે અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૈવલ જ્ઞાનપીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય પૂ.અવિચલદાસજી મહારાજે દૂરદર્શન સાથેની વાતચીતમાં જણાવ્યુ હતે કે મારો ગાદી અભિષેક થયા પછી સૌપ્રથમ કાર્યક્રમ બાલકુવેર(કાસોર)માં થયો હતો..મહાસુદ બીજ એ પ્રાગટ્ય પ્રસંગ છે..અને આ મારા ગાદી અભિષેકના ત્રીજા દિવસે આવતો હતો..જેથી મે મારા ગાદીપતિ તરીકેની યાત્રા એ બાલકુવેરથી શરૂ કરી. એટલે દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ જે ગાદીઅભિષેકનો દિવસ પણ છે..જેની ઉજવણી મોટી સંખ્યમાં ભક્તો કરતા હોય છે..આ દિવસે બાલકુવેરમાં મહાભિષેક થાય છે.સવાસો કળશથી બાલકુવેરનો અભિષેક થાય છે..મને એ વાતનો આનંદ છે કે મારા ગાદિપતિ તરીકેની યાત્રાની સફળતા બાલકુવેરના કારણે છે..

    સંત સમિતિ હવે આગામી દિવસોમાં ગૌરક્ષા સહિત જનજાગૃતિના કાર્યક્રમો કરશે : પૂ.અવિચલદાસજી મહારાજ

    અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ તરીકે ત્રીજી વાર વરણી થતા પૂ.અવિચલદાસજી મહારાજે જણાવ્યુ હતુ કે સમિતિના એજન્ડામાં ગૌરક્ષા માટે ખાસ કાર્યક્રમ નક્કી કર્યો છે..તો સમૂહ લગ્નના આયોજન વિશે તેમણે કહ્યુ કે ગરીબ કન્યાઓ અને આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા પરિવારની દિકરીઓના માતા-પિતા તેમના લગ્નને લઈને ચિંતામાં રહેતા હોય છે..જેથી અમે આવા માતા-પિતાને મદદરૂપ થવા સમૂહલગ્નનું આયોજન છેલ્લા 19 વર્ષથી કરવામાં આવી રહ્યુ છે..પૂ.અવિચલદાસજીએ કહ્યુ કે પ્રારંભમાં મારા જન્મઉંમરના આંકડા પ્રમાણેની દિકરીઓને સમૂહલગ્નનમાં પરણાવવાનું નક્કી કર્યુ..પણ પછી સંખ્યા વધતા અમર્યાદિત સંખ્યામાં દિકરીઓને પરણાવી તેમના પરિવારનો આર્થિક બોજો ઓછો કરવાનો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો..જેમાં લગ્નથી માંડીને કન્યાઓના ઘર વસાવવા સુધીનો લગભગ બધો જ ખર્ચ પૂ.અવિચલદાસજી ઉપાડે છે.

    ગરીબ કન્યાઓના વિનામૂલ્યે લગ્નની 19 વર્ષથી ચાલતી વણથંભી સેવા

    બાલકુવેરના પ્રાગટ્ય વિશે વિશે પૂ.અવિચલદાસજીએ જણાવ્યુ કે ચરોતર પ્રદેશમાં વિક્રમ સંવત 1829માં સારસામાં દિવ્ય પુરુષ પ્રગટ થયા હતા.પરમગુરુ શ્રીમત કરુણાસાગર મહારાજના નામે પ્રસિદ્ધ થયેલા એ દિવ્ય પુરુષે સારસા ગામમાં સકર્તા સિદ્ધાંતનો પ્રચાર કરવા  માટે એક ગુરુગાદીની સ્થાપના કરી.જે સંપ્રદાય તેમણે સ્થાપ્યો તેનું નામ જ્ઞાન સંપ્રદાય અને જે ગુરુગાદી તેમણે સ્થાપના કરી તેનું નામ કૈવલજ્ઞાનપીઠ..સાધુદીક્ષાના 50 વર્ષનું સરવૈયુ આપતા તેમણે જણાવ્યુ હતુ કે આશરે 65 જેટલી ગ્રંથ શિબિર, 19 વર્ષથી 1800થી વધુ કન્યાઓના વિનામૂલ્યે લગ્ન, સમયાંતરે કુદરતી હોનારત વખતે વિવિધ પ્રકારની સહાયતા, બેટી બચાવો અભિયાન , પર્યાવરણ સુરક્ષા માટે જાગૃતિ કાર્યક્રમો, ગૌસેવા માટે ત્રણ ગૌશાળાનું નિર્માણ, 45 હજારથી વધુ સગર્ભા મહિલાઓને વસાણુ, ગરીબોના વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન માટે સતકૈવલ આંખની હોસ્પિટલ જેવા વિવિધ સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે.


     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply