ચંદનની ખેતીમાં બનાસકાંઠાના ખેડૂતોએ કાઢ્યુ કાઠુ
Live TV
-
50 વીઘામાં 10 હજાર ચંદનના વૃક્ષ વાવી ખેતી કરી રહ્યા છે ખેડૂતો
બનાસકાંઠા ના પ્રગતિશીલ ખેડૂતોએ ચંદનની ખેતી મા કાઠું કાઢ્યું છે..50 વીઘા માં 10 હજાર ચંદનના વૃક્ષ વાવી 15 વર્ષ બાદ આ ખેડૂત કરોડો ની કમાણી કરશે..જોકે વન વિભાગ પણ ખેડૂત શિબિર કરી ખેડૂતોને ચંદન ની ખેતી માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે..પાલનપુર તાલુકા ના જગાણા ગામ ના પ્રગતિશીલ ખેડૂત મુળજીભાઈ દેસાઈ એ પોતાના ખેતર મા 50 વીઘા મા 10 હજાર જેટલા વૃક્ષ વાવી ચંદન ની ખેતી કરી છે. જોકે સરળ અને લાભદાયક ચંદન ની ખેતી મા ખેડૂત કરોડો રૂપિયા કમાઈ શકે છે..જોકે ચંદન ની ખેતી ની પ્રક્રિયા સરળ છે પરંતુ આ ખેતી મા નફો મેળવવામાં 15 થી 20 વર્ષ રાહ જોવી પડે છે ચંદન ની ખેતી મા 15 વર્ષ સુધી આ વૃક્ષ ની સાર સંભાળ રાખવી પડે છે 50 વીઘા ના વાવેતર મા 15 વર્ષ સુધી મા અંદાજે 30 લાખ જેટલો ખર્ચ પણ થાય છે..
બનાસકાંઠાના પ્રગતિશીલ ખેડૂતો મહદ અંશે હવે ચંદનની ખેતી તરફ વળ્યા છે ચંદનની ખેતી કરી અને લાખો રૂપિયાનો નફો મેળવી શકાય એવી આ ચંદનની ખેતી માટે ખેડૂત શિબિરો પણ થાય છે જે પ્રકારે ચંદનની ખેતી સરળ છે અને લાંબા ગાળે ખૂબ લાભદાયક છે ત્યારે પાલનપુર કાંકરેજ વડગામ અમીરગઢ પંથકમાં ખેડૂતો એ ચંદનની ખેતી શરૂ કરી છે ત્યારે ખેડૂતોને ખેડૂત શિબિર થકી માર્ગદર્શન પણ ચંદનની ખેતી નું મળી રહે છે..બનાસકાંઠાનું વનીકરણ વિભાગ પણ ચંદનની ખેતી કરનાર ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યો છે પ્રગતિશીલ ખેડૂતોના ખેતરમાં ખેડૂત શિબિર યોજી અને વન સંરક્ષક સહિતના અધિકારીઓ પણ ચંદનની ખેતી માં માર્ગદર્શન આપી રહ્યા છે બનાસકાંઠામાં ખેડૂતો ચંદનની ખેતી તરફ વળ્યા છે ત્યારે વનવિભાગ પણ આ પ્રગતિશીલ ખેડૂતોને ચંદનની ખેતી કરવામાં મહદંશે મદદરૂપ થઇ રહ્યા છે
