આદિવાસી બહુલ ધરાવતા છોટા ઉદેપુર જીલ્લાનાં દિવાસાનાં તહેવારનું સવિશેષ મહત્વ
Live TV
-
આદિવાસી બહુલ ધરાવતા છોટા ઉદેપુર જીલ્લાનાં દિવાસાનાં તહેવારનું સવિશેષ મહત્વ
આદિવાસી બહુલ ધરાવતા છોટા ઉદેપુર જીલ્લામાં દરેક તહેવારો પ્રકૃતિ પૂંજા અને ઋતુચક્ર સાથે સંકળાયેલા છે ત્યારે અખાત્રીજથી શરૂ થતાં નવા વર્ષમાં દિવાસાનો તહેવાર પહેલો તહેવાર છે. પ્રકૃત્તિ પૂંજા સાથે સંકળાયેલાં દિવાસાનો તહેવાર અલગ અલગ ગામમાં ગામની અનુકુળતા મૂજબ ઉજવામાં આવે છે. જે તેઓ ધામધૂમથી ઉજવે છે અને દિવાસાના આગલા દિવસે તેઓ ઢાંક વગાડીને વિવિધ દેવોના નામ લઇને ગીત ગાય છે. તેમજ દિવાસાના દિવસે અડદના ઢેબરા બનાવીને સ્વજનો સાથે ભોજન કરે છે . સાથે જ, જે કન્યાના લગ્ન થયા હોય તે હળદરવાળા ચણાનો પ્રસાદ આખા ગામમાં વહેંચે છે. તેમજ પારંપારિક વાદ્યો પણ વગાડે છે.
ગામનાં ગોંદરે લોકો ભેગા મળી પિહવા નાં સુર સાથે ગરબા રમતા હોય છે. તો ગામ નાં લોકો પ્રકૃત્તિનાં ગીતો ગાઈને ગરબા રમીને દિવાસાનાં તહેવારને ઉત્સવ ની જેમ ઉજવતા હોય છે