આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે
Live TV
-
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શિક્ષણ બોર્ડ ની વેબસાઈટ www.gsb.org ઉપર જાહેર કરવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 63 57 30 09 71 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે.
