વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સને કારણે આગામી 4 અને 5 મે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Live TV
-
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતા આગામી 4 અને 5 મે એ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહી મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં આવતીકાલે જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં તથા દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ અને ભરૂચમાં વરસાદ થવાની શક્યતા છે. તો કચ્છમાં આજે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો.
ધોધમાર પવન અને વિજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. તો જામનગર જિલ્લાના તળાજા પંથકમાં પણ આજે ભારે વરસાદ થયો છે. ગઈકાલે પણ જામનગરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેનાં કારણે કેરીના પાકને અને ઉનાળું પાકને ભારે નુકસાન થયું છે.
