Skip to main content
Settings Settings for Dark

આહવા ખાતે સજીવ ખેતી અને ઓર્ગેનિક ખેતી પર કાર્યક્રમનું આયોજન કરાયું

Live TV

X
  • ડાંગના ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી અને બાગાયતી પાકોના વાવેતરમાં આગળ આવવુ જોઈએ.

    ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે  મહિલા કૃષિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લા પંચાયત સ્વભંડોળ,નેશનલ ફુડ સિક્યુરીટી મિશન ઓઈલ પામ ઓઈલ સીડ યોજના અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    સંબોધતા જણાવ્યું હતું કે આપણાં જિલ્લાને રાજ્ય સરકારે ઓર્ગેનિક જિલ્લો જાહેર કરેલો છે ત્યારે આપણે સૌએ રાસાયણિક ખાતર,દવાઓનો ઉપયોગ બંધ કરવો જોઈએ અને આપણે સજીવ ખેતી અપનાવવી જોઈએ. ખેતી અને પશુપાલનમાં મહદ્‍અંશે મહિલાઓનું યોગદાન રહેલું છે. આર્થિક સધ્ધરતા મેળવવા માટે આપણે ઓર્ગેનિક ખેતી અપનાવીએ અને મબલખ ઉત્પાદન મેળવીએ.

    આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી એમ.એમ.પટેલે ઉપસ્થિત મહિલા ખેડૂતોને પારંપારિક પાકોની જાળવણી માટે ઓર્ગેનિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં પાણીના મૂલ્યને સમજાવી તેને રીચાર્જ કરી ઉપયોગમાં લેવાની સમજ આપી હતી.

    બાગાયત અધિકારીશ્રી તુષાર ગામીતે બાગાયતી યોજનાઓની જાણકારી આપતા જણાવ્યું હતું કે ડાંગના ખેડૂતોએ બાગાયતી પાકોના વાવેતરમાં આગળ આવવુ જોઈએ. ફળપાકોના ઉત્પાદનથી આપણી આવકમાં વધારો થાય છે. જુદી જુદી સિઝનમાં થતા ફળોની આવક મેળવવા માટે આપણે તે પ્રકારનું આયોજન કરી બાગાયતી ખેતી તરફ આગળ વધવું જોઈએ. ફળ પાકોથી આવક ઝડપથી મળે છે. આપણે વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરીએ તો ચોક્કસ આવકમાં વધારો કરીશું.

    મહિલા કૃષિ દિવસ વિષયે કે.વી.કે.વધઈના મિત્તલબેન પટેલે ગૃહ વિજ્ઞાનની વાતો કરી ફળપાકમાંથી જેલી બનાવવી,કેરીના અથાણા,આમળાનો મુરબ્બો વિગેરે બનાવટોની માહિતી આપી હતી. તેમજ જીજીઆરસીના તુષાર મોરડિયાએ ટપક સિંચાઈ પધ્ધતિથી ખેતી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપ્યું હતું.

    સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સુનિલ પટેલે કર્યું હતું. આ પ્રસંગે માજી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, સમાજ સુરક્ષા અધિકારી જિગ્નેશ ચૌધરી,દહેજ પ્રતિબંધક અધિકારી એસ.ડી.સોરઠીયા, મહિલા અને બાળ સુરક્ષા અધિકારી વિજય ચૌધરી સહિત મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો ઉપસ્થિત રહી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply