આ છે બનાસકાંઠા ફાયર વિભાગનો તરવૈયો
Live TV
-
અત્યાર સુધી કેનાલમાંથી 1000 હજારથી વધુ લાશો બહાર કાઢી છે. જયારે 100 થી વધુ લોકોને જીવિત બચાવ્યા.
મરજીવા મોટાભાગે મોતી શોધવા માટે સમુદ્રમાં ડૂબકી લગાવે છે. પરંતુ થરાદનો સુલતાન એક એવો મરજીવો છે કે જે હીરા મોતી માટે નહી પરંતુ કેનાલમાં પડેલા વ્યક્તિ ઓના જીવ બચાવવા ડૂબકીઓ લગાવે છે. . સુલતાને અત્યાર સુધી કેનાલમાંથી 1000 હજારથી વધુ લાશો બહાર કાઢી છે. જયારે 100 થી વધુ લોકોને જીવિત બચાવ્યા છે.
કોઈનું જીવન બચાવવા માટે પાણીમાં તરતાં આ વૃદ્ધ યુવાનનું નામ છે, સુલતાન મીર. જેઓ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવે છે. થરાદ, વાવ, સુઈગામ અને ભાભર પંથકમાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે કે જે સુલતાનના નામથી પરિચિત નહી હોય. 2008માં બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ પંથકમાંથી નર્મદાની કેનાલ પસાર થઈ. જે બાદ આ કેનાલ અહીંના લોકો માટે જીવાદોરી બની. પરંતુ કેનાલમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આત્મહત્યા કરી મોતને ભેટતાં હોય છે. નર્મદાની મુખ્ય કેનાલ રાજસ્થાન સુધી પાણીનો પુરવઠો પહોંચાડતી હોવાથી તેમાં પાણીનો પ્રવાહ પણ તેજ ગતિમાં હોય છે. જયારે કોઈપણ વ્યક્તિ કેનાલમાં પડી આત્મહત્યા કરે છે ત્યારે તેના મૃતદેહને શોધવા ની કામગીરી થરાદ પાલિકામાં તરવૈયા તરીકે ફરજ બજાવતા સુલતાનભાઈ મીર કરે છે. નર્મદા કેનાલમાં મોટી ઝાડી, ઘાસ, કાચ વગેરેના કારણે લાશ કેનાલમાં રહેલી ઘાસમાં ફસાઈ જાય છે. જયારે પણ કોઈ આત્મહત્યા કરે છે ત્યારે તેના મૃતદેહને શોધવો ખુબ મુશ્કેલ બને છે. સુલતાનભાઈ આ તમામ મુશ્કેલી ઓ ની પરવાહ કર્યા વગર લાશને બહાર નીકળવાનું તેમજ શક્ય હોય ત્યાં સુધી લોકો ને જીવતા નીકળવાનું કાર્ય કરે છે, સુલ્તાનભાઈ અત્યારસુધી માં 100 વ્યક્તિ ઓ ને જીવતા બહાર નીકાળવામાં સફળ રહ્યા છે,તો 2000 જેટલી લાશો પણ તેઓ એ બહાર કાઢી આપી છે.
જયારે પણ કેનાલમાં કોઈ આત્મહત્યા કરવા કુદે છે, ત્યારે સ્થાનિકો તરત જ સુલ્તાનભાઈને ફોન કરી જાણ કરે છે, અને સુલતાન મીરના દિવસ જુએ કે રાત,જેવા મેસેજ મળે કે તરત જ કેનાલમાં કૂદી કેનાલ માં પડેલી વ્યક્તિનું જીવ બચાવવામાં લાગી જાય છે.ત્યારે કેનાલની આજુબાજુ ભેગી થયેલી લોકોની ભીડને પણ એક જ આશા હોય છે કે સુલ્તાનભાઈ ગમે તેમ કરીને કાંતો તે વ્યક્તિને જીવતી બહાર લાવશે અથવા તો તેની લાશને શોધી કાઢશે, અને સુલ્તાનભાઈ હરહંમેશ લોકોની આ અપેક્ષા પર ખરા ઉતરતા હોય છે, તાજેતર માં જ ખોડલ ગામના એક યુવાને થરાદની આ મુખ્ય કેનાલમાં રાત્રી ના સમયે જંપલાવતાં સુલ્તાનભાઈને ગામના સરપંચે ઘટના અંગે જાણ કરી, અને તેઓ એ તાત્કાલિક કેનાલમાં કૂદી તે વ્યક્તિની લાશને બહાર કાઢી. સુલતાનભાઈ પાસે ફાયરના નથી કોઈ સાઘનો કે નથી કોઈ સુવિધા... તેમ છતાં તેને જાતે બનાવેલા સાધનોનો ઉપયોગ કરી લાશ ને શોધવાનું કામ કરે છે. કેનાલમાં ઝંપલાવનાર વ્યક્તિએ જીવ તો ગુમાવ્યો છે પરંતુ તેની લાશ તેના સ્વજનોને મળે તે માટે સુલતાનભાઈ પર તેઓ બાજ નજર રાખી બેઠા હોય છે. કેનાલમાં પાણી વહેતું હોય ત્યારે લાશ પાણીમાં તણાઈ દુર સુધી પહોંચી જાય છે. પરંતુ સુલતાનભાઈ પોતાની કોઠા સૂઝથી અત્યારસુધી 100 જેટલા વ્યક્તિઓ ને જીવતા બહાર કાઢી તેમનું જીવ બચાવવામાં સફળ રહ્યા છે, તો 2000 જેટલી લાશો ને શોધી તેના સ્વજનોને સોંપી ચુક્યા છે. સુલતાનની કામગીરીથી આ વિસ્તારના લોકો માટે તે કેનાલ ના સુલતાન સમાન બની ચુક્યા છે. લોકો તેની કામગીરીના ભરપેટ વખાણ કરી રહ્યા છે.
સુલ્તાનભાઈ જરૂરી સાધનો વિનાજ અનેક લોકો ના જીવ બચાવવા માં સફળ રહ્યા છે, તેમની ઘર ની સામાન્ય સ્થિતિ તેમજ ઉમદા કામગીરી ને ધ્યાને લઇ તેમને નગરપાલિકા માં કાયમી કરવાની માંગ ઉઠી રહી ચેર,ત્યારે રાજય સરફકર માં રાજ્ય કક્ષા ના પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલે તેમની કામગીરી ને બિરદાવી સુલ્તાનભાઈ ને ટૂંક સમય માં જ કાયમી કરવાની ખાતરી આપી હતી...