અમદાવાદ-નોર્થ બોપલમાં રોડ-રસ્તા અને ગટરની સુવિધા પૂરી પાડવા ધારાસભ્યએ આપી ખાતરી
Live TV
-
નોર્થ બોપલમાં કેનાલ, ગટર, પાણી અને સુરક્ષા મુદ્દે સ્થાનિકોએ કરી લેખિતમાં રજૂઆત
અમદાવાદના નોર્થ બોપલ વિસ્તારમાં રહેતા સ્થાનિકો છેલ્લા ત્રણ વર્ષથી પીવાના પાણી અને ગટરનું કનેક્શન નહી મળવાને લઈને પરેશાન હતા..ત્યારે 21 એપ્રિલ શનિવારના રોજ નોર્થ બોપલ વિસ્તારના સ્થાનિકોએ આ વિસ્તારની વિવિધ સમસ્યાઓને લઈને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી..આ વિસ્તારમાં કેનાલનું કાર્ય છેલ્લા 15 મહિનાથી ખોરંભે ચઢ્યુ છે..આ કેનાલ શીલજ રોડથી ગાર્ડન પેરેડાઈઝ થઈને ડીપીએસ સુધી જાય છે..એટલુ જ નહી શીલજ રોડથી બળિયાદેવ મંદિર-કેનાલ રોડ-ડીપીએસ સુધી જર્જરિત રસ્તાઓને લઈને કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યુ..સ્થાનિકોનું કહેવુ છે કે બોપલ-ઘુમા નગરપાલિકામાં તેઓ નિયમિત વાર્ષિક ટેક્સ ભરતા હોવા છતા પાણી અને ગટરના કનેક્શન હજુ સુધી અપાયા નથી...અહી રાત્રે ચોરીના બનાવો વધી ગયા છે..જેથી રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ સ્થાનિકોની માંગ છે..જેથી સ્થાનિકોએ ધારાસભ્યને આવેદનપત્ર આપી તમામ સમસ્યાઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી..ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક પ્રતિભાવ આપતા સ્થાનિકોને સાંભળ્યા હતા..અને ત્વરિત કાર્યવાહીની બાંહેધરી આપી હતી.
નોર્થ બોપલ વિસ્તારની સમસ્યાઓ
- ગટરનું કનેક્શન નથી
- પાલિક તરફથી નથી મળતુ પીવાનું પાણી
- શીલજ રોડથી બળિયાદેવ મંદિર-કેનાલ રોડ-ડીપીએસ સુધી જર્જરિત
- રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવેશું કહ્યુ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે ?
- કેનાલ મુદ્દે હું ઔડા(અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ)ને આ અંગે કાર્ય કરવા સૂચના આપીશ
- રોડ-રસ્તા મુદ્દે એક ટીમ આપના વિસ્તારમાં મોકલીશ,,જે સમસ્યાઓની સમીક્ષા કરશે અને મને રિપોર્ટ મોકલશે
- પીવાના પાણીના કનેક્શન અંગે બોપલ પાલિકામાં જરૂરી સૂચનાઓ મારા તરફથી આપવામાં આવશે-ભૂપેન્દ્રભાઈ પટેલ