આજે શંકરાચાર્ય મહારાજની જન્મોત્વની ભાવભેર ઉજવણી
Live TV
-
જગત ગુરુ આદિ શંકરાચાર્ય મહારાજની ૨૫૨૫મી જન્મ જયંતીની ઉજવણી દ્વારકા જગત ગુરુ સંચાલિત સારદા મઠમાં કરવામાં આવી.
વૈશાખ સુદ પાંચમના શુક્રવારના રોજ શ્રીમદાધશંકરાચાર્યજીના જન્મ જયંતી ઉજવવામાં આવી હતી. શ્રીમંદાધ શંકરાચાર્યજીની જન્મજયંતિ મહોત્સવ સવારથી શ્રી શારદાપીઠ ગુરૂ ગાંદી સભાખંડમાં ધામધૂમથી મનાવવામાં આવી હતી. આ પાવન અવસરે ભગવત્પાદ બાદ શ્રીમદાધ શંકરાચાર્યજીનું પાદૂકા પૂજન શાસ્ત્રોક વિધિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ બાદ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરના શિખર પર નૂતન ધ્વજા આરોહણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો મહંતો દ્વારા સદુપદેશ પણ આપવામાં આવ્યો હતો. ભગવાન શ્રીમદાધશંકરાચાર્યજી ના જીવન વિશે માહિતગાર કરવામાં આવ્યા. આ પ્રસંગે શહેરના નામાંકિત તથા ગુરુજીના અનુયાયીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિદ્વાનો દ્વારા શ્રીમદાધ શંકરાચાર્યજી ના પાવન મૂલ્યો પર ચાલવાનું આહવાન કર્યું હતું. નૂતન ધ્વજા રોહણ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સ્થાનિક ભક્તોનો મોટો સમુદાય આ પ્રસંગ ને દીપાવવા હાજર રહ્યો હતો.