એસ.પી.યુનિવર્સિટીના સ્નાતકકક્ષાના અભ્યાસક્રમોમાં ૬ઠ્ઠી ઓગસ્ટથી પ્રવેશ પ્રક્રિયા શરુ
Live TV
-
એસ.પી.યુનિવર્સિટીના સ્નાતકકક્ષાના અભ્યાસક્રમોમાં ૬ઠ્ઠી ઓગસ્ટથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. યુનિવર્સિટીના વેબ પોર્ટલ પર ૬થી ૧૨ ઓગસ્ટ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ અને સામાન્યપ્રવાહના પરિણામ જાહેર થઇ જતાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્નાતકકક્ષાના અભ્યાસક્રમોમાં ૬ઠ્ઠી ઓગસ્ટથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
યુનિવર્સિટીના વેબ પોર્ટલ પર ૬ થી ૧૨મી ઓગસ્ટ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ૧૪મી ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરીટ યુનિવર્સિટીના વેબપોર્ટલ પર મૂકવામાં આવશે. ૨૧મી ઓગસ્ટના રોજ વિદ્યાર્થીને મેરીટ પ્રમાણે કઇ કોલેજમાં પ્રવેશ મળશે તેની જાણકારી મેળવીને ૨૪મી ઓગસ્ટ સુધીમાં વિદ્યાર્થી તે કોલેજમાં પ્રવેશ મેળવી શકશે.
