ઐતિહાસિક નગર લુણાવાડાના 593મા સ્થાપના દિનની અખાત્રીજે ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી
Live TV
-
ઐતિહાસિક નગર લુણાવાડાના 593મા સ્થાપના દિનની વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજે ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરદેવતા સ્વયંભૂ લુણેશ્વર મહાદેવના મંદિરે મહાપૂજા અને પાલખી પૂજન બાદ રાજવી પરિવાર અને શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શોભાયાત્રા યોજાઈ હતી. ઈ.સ. 1434માં મહારાજા ભીમસિંહજી દ્વારા સ્થાપિત આ નગરમાં વિશેષ બેન્ડના સૂર સાથે નગરજનોએ પ્રજાવત્સલ રાજવીઓના વારસાને ગૌરવભેર યાદ કર્યો હતો.
