Skip to main content
Settings Settings for Dark

નવા નદીસરની પીએમશ્રી મોડેલ શાળામાં 'મેથ્સ પાર્ક'

Live TV

X
  • નવા નદીસરની પીએમશ્રી મોડેલ શાળામાં 'મેથ્સ પાર્ક': રમત-ગમત સાથે ગણિતનો ડર થશે દૂર

    સામાન્ય રીતે વિદ્યાર્થીઓમાં ગણિત વિષયને લઈને એક પ્રકારનો ડર કે અણગમો જોવા મળતો હોય છે. પરંતુ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નવા નદીસર ગામની નદીસર પીએમશ્રી મોડેલ શાળાએ આ દિશામાં એક નવતર પ્રયોગ કર્યો છે. શાળાના શિક્ષકોએ બાળકોના મનમાંથી ગણિતનો હાવ દૂર કરવા માટે શાળાના પ્રાંગણમાં જ એક આકર્ષક 'મેથ્સ પાર્ક' તૈયાર કર્યો છે.

    શિક્ષકોનો અનોખો અભિગમ

    શાળાના આચાર્ય રાકેશ પટેલ અને શિક્ષકો ગોપાલ પટેલ તેમજ શાંતિલાલ માલીવાડના સંયુક્ત પ્રયાસોથી આ પ્રોજેક્ટ સાકાર થયો છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરવાને બદલે પ્રાયોગિક રીતે ગણિતના સિદ્ધાંતો સમજે અને વિષયમાં રસ લેતા થાય તેવો છે.

    મેથ્સ પાર્કની મુખ્ય વિશેષતાઓ

    આ પાર્કમાં ગણિતના અઘરા લાગતા નિયમોને રંગબેરંગી કલાકૃતિઓ અને મોડેલ્સ દ્વારા જીવંત કરવામાં આવ્યા છે. પાર્કમાં વિવિધ પ્રકારના ખૂણાઓ (લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ) અને ભૌમિતિક આકારોની આકૃતિઓ તૈયાર કરવામાં આવી છે. ત્રિ-પરિમાણીય મોડેલ્સ દ્વારા બાળકોને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની સાથે ઘનફળ (Volume) જેવી જટિલ ગણતરીઓ સમજવી સરળ બની છે. વિદ્યાર્થીઓ વ્યવહારુ જ્ઞાન મેળવી શકે તે માટે મીટર, સેન્ટીમીટર અને ફૂટ જેવા માપદંડોને દીવાલો અને જમીન પર કંડારવામાં આવ્યા છે. ગણિતના પાયાના સંકેતો અને સૂત્રોને એવી રીતે રજૂ કરાયા છે કે બાળકો રમતા-રમતા તેને સહજતાથી યાદ રાખી શકે.

    વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

    આ મેથ્સ પાર્કની રચના બાદ વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યેનો અભિગમ બદલાયો છે. રિસેસના સમયે કે ફ્રી પિરિયડમાં બાળકો આ પાર્કમાં જઈને વિવિધ આકારો અને માપ વિશે ચર્ચાઓ કરતા જોવા મળે છે. પીએમશ્રી મોડેલ શાળાનો આ પ્રયાસ અન્ય સરકારી શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
apply