Skip to main content
Settings Settings for Dark

કચ્છના અંતરિયાળ વિસ્તાર રતનપર ખડીરમાં આંતરરાષ્ટ્રીય વરુ દિવસની ઉજવણી કરવામાં આવી

Live TV

X
  • કચ્છના અંતરિયાળ એવા રતનપર ખડીરમાં આંતરરાષ્ટ્રીય વરુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, સ્થાનિકોએ વરુના સંરક્ષણના સંકલ્પ લીધા હતા. ડેઝર્ટ ઈકોલોજી એન્ડ એન્વાયરમેન્ટલ રિસર્ચ એસોસિએશન દ્વારા પૂર્વ કચ્છ વનવિભાગના સહયોગથી આ આયોજન હાથ ધરાય હતું. રણકાંઠાના પાંચ જિલ્લાના એક- એક ગામમાં આ ઉજવણી કરવામાં આવી હતી. 

    13 ઓગસ્ટ 2023ના રોજ આંતરરાષ્ટ્રીય વરુ દિવસ વિશ્વભરમાં ઉજવાય છે. આગોતરી ઉજવણીમાં પૂર્વ કચ્છ વનવિભાગના એસીએફ ચેતન પટેલ, સંસ્થાના કનૈયાલાલ રાજગોર, હર્ષ રાજગોર અને વૃંદા રાજગોર સહિતના જોડાયા હતા અને સ્થાનિકોને અવગત કરી સર્ટિફિકેટ વિતરણ કરાયા હતા. ગામમાં વિદ્યાર્થી અને બાળકો દ્વારા ‘વુલ્ફ કે 2023” પ્રતિકૃતિ પણ બનાવાઈ હતી. વરુએ ખેડૂતનો મિત્ર છે અને તે નારથી પણ ઓળખાય છે. વરુની વસ્તી ઘટતા ભૂંડ અને રોઝનો ત્રાસ પણ વધ્યો છે. 

    વરુની સૂંઘવાની ક્ષમતા ગજબની હોય છે, આ પ્રાણી નવેમ્બરથી ડિસેમ્બર પ્રજનન કરે છે અને 61 થી 63 દિવસમાં 2 થી લઈને 4 બચ્ચાને જન્મ આપે છે. રણકાંઠાના ગામડામાં તેને સાત નારી તરીકે પણ ઓળખવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply