મોરબી અને મોડાસામાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી, 108 ફૂટ ઉંચો તિરંગો લહેરાવવામાં આવ્યો
Live TV
-
ઐતિહાસિક રેલવે સ્ટેશન પર 108 ફૂટ ઉંચો તિરંગો લહેરાવવામાં આવ્યો
દેશમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી થઈ રહી છે. મોરબીના ઐતિહાસિક રેલવે સ્ટેશન પર 108 ફૂટ ઉંચો તિરંગો લહેરાવવામાં આવ્યો. આ રોશનીમય તિરંગાથી સજજ મોરબીના ઐતિહાસિક રેલ્વે સ્ટેશનને જોવા દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. મોરબીના ઐતિહાસિક સ્મારકો, સરકારી ઈમારતોને સ્વતંત્રતા પર્વને લઈ લાઈટોથી સુશોભિત કરાઈ છે ત્યારે મુલાકાતીઓએ અચુક સેલ્ફી લીધી હતી.
અરવલ્લી જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ભવ્ય આતિશબાજી સાથે ઊજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા મોડાસાના મુખ્ય ચાર રસ્તા ખાતે આ ઊજવણી કરવામાં આવી હતી. રાત્રિના બરોબર 12 કલાકે દેશભક્તિના ગીતો વગાડવામાં આવતા શહેરીજનો ઝૂમી ઉઠ્યા હતા.આ પ્રસંગે મોડાસા પ્રાંત અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ, સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
