Skip to main content
Settings Settings for Dark

પોરબંદરના યુવાનોએ સમુદ્રની વચ્ચોવચ્ચ તિરંગો લહેરાવીને 77માં સ્વતંત્રતા દિવસની ઊજવણી કરી

Live TV

X
  • સ્વતંત્રતા પર્વ નિમિતે સમુદ્રની વચ્ચોવચ્ચ તિરંગો લહેરાવ્યો હતો.

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના યુવાનોએ દેશના સ્વતંત્ર પર્વ નિમિતે સમુદ્રની વચ્ચોવચ્ચ તિરંગો લહેરાવી પોરબંદરના યુવાનોનું અનોખું ખમીર અને દેશદાજ પ્રદર્શિત કરી હતી. દેશના યુવાનોમાં સાહસ અને શૌર્યની ભાવના પ્રગટે તેવા ઉમદા હેતુથી  પોરબંદરની શ્રી રામ સ્વિમિંગ ક્લબ નામની સંસ્થા દ્વારા છેલ્લા 23 વર્ષથી સ્વતંત્ર પર્વ અને ગણતંત્ર  પર્વ નિમિતે સમુદ્રની વચ્ચો વચ્ચ ધ્વજવંદન કરવામાં આવે છે. શ્રી રામ સ્વિમિંગ ક્લબના યુવાનો  વહેલી સવારે સાત વાગ્યે તિરંગો લઇ પોરબંદરની ચોપાટીથી લગભગ 1 નોટીકલ માઈલ દુર સમુદ્રમાં તરીને પહોંચ્યા હતા અને તિરંગો લહેરાવ્યો હતો. પોરબંદરના સમુદ્રમાં લહેરાવાયેલો તિરંગો આજે પૂરો દિવસ સમુદ્રમાં લહેરાશે બાદમાં સાંજે તેને પુરા માન સન્માન સાથે શ્રી રામ સ્વિમિંગ ક્લબના યુવાનો દ્વારા સમુદ્રમાંથી પરત લાવવામાં આવશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply