Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી

Live TV

X
  • આજરોજ ભારતના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમા 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પેરા ઓલિમ્પિક મેડલ વિજેતા ભાવિનાબેન પટેલના હસ્તે આન-બાન-શાનથી ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. તથા ભાવિના બહેને ઉપસ્થિત દિવ્યાંગજનો સહિત તમામ કર્મીઓને પોતાની શૌર્ય અને સંધર્ષગાથાથી પ્રોત્સાહિત કર્યા હતા. પ્રસંગને સંબોઘતા ભાવિના પટેલે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ મારી કર્મભૂમિ રહી છે, આજે સ્પાઇન ઇન્સ્ટિટયૂટમાં ઘ્વજવંદનનો અવસર મારી માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. દ્રઢ ઇચ્છાશક્તિ દિવ્યાંગજનને પણ પર્વતારોહણમાં  સફળતા અપાવી શકે છે ઓલમ્પિકમાં મેડલ જીતાવી શકે છે. 

    આ પ્રસંગે હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. પિયુષ મિત્તલની પ્રેરક ઉપસ્થિતિમાં દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ કાર્યક્રમમાં ઇન્સ્ટિટયૂટના પ્રોફેસર, ડોક્ટર સહિત મોટી સેખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply