Skip to main content
Settings Settings for Dark

રક્ષાબંધનને લઈ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ડાંગના આહવા અને તાપીમાં રાખી મેળાનું કરાયું આયોજન 

Live TV

X
  • રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.

    રક્ષાબંધનને હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ સ્થળોએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ડાંગ અને તાપીમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અને ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની ગાંધીનગર દ્વારા તારીખ - 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી પાંચ દિવસ માટે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

    ડાંગ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આહવા દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અને ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની ગાંધીનગર દ્વારા તારીખ - 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી પાંચ દિવસ માટે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ... મેળામાં પાંચ સખી મંડળો દ્વારા તૈયાર કરેલ વિવિધ જાતની આકર્ષક રાખડીઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે .. રેશમી દોરી, તુલસીના પારા, અને સોનાના મોતીથી બનેલ રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર છે. આ મેળામાં સખી મંડળની બહેનોએ જાતે બનાવેલ રાખડીઓ વેચીને મોટી આવક મેળવી રહ્યા છે.

    તાપી અને રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત બૅન્ક ઓફ બરોડાના સહયોગથી ઇન્દુ ગામ ખાતે રક્ષાબંધનને અનુલક્ષીને રાખડી બનાવવાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તાલીમ મેળવેલ સખી મંડળની બહેનોએ બનાવેલ રાખડીઓના વેચાણ માટે રાખી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.... સખી મંડળની બહેનોએ અહી જાતે બનાવેલ રાખડીઓનું વેચાણ કરીને કમાણી કરી હતી...આ તાલીમ અને રાખી મેળા માટે સખી મંડળની બહેનો એ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો આભાર માન્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply