અમદાવાદ ગુ. યુનિ.ના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક જાગૃતિ વિષય પર ફિલ્મ સ્ક્રિનિંગ યોજાયું
Live TV
-
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક અવેરનેસ વિષય આધારિત ફિલ્મ સ્ક્રિનિંગ યોજાયું. અમદાવાદ સહિત ગુજરાતમાં વર્ષે અનેક લોકો અકસ્માતમાં મૃત્યુ પામતા હોય છે ત્યારે પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા 'સલામત રહે' તે વિષય સાથે એક કાર્યક્રમ યોજાયો.
MMCJ અને MDC સેમેસ્ટર - 3ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ટ્રાફિક અવેરનેસને લઈને ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મો પ્રદર્શિત કરાઈ હતી. આ કાર્યક્રમમાં ટ્રાફિક નિયમોનું પાલન અને માર્ગ સલામતી વિષય પર આધારિત ફિલ્મો દ્વારા વાહનચાલકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.
