Skip to main content
Settings Settings for Dark

કચ્છી હસ્તકળા અજરખને GI ટેગ મળતા કારીગરોમાં આનંદની લાગણી

Live TV

X
  • કચ્છમાં આ કલા છેલ્લા 500 વર્ષથી થઈ રહી છે, અજરખ બ્લોક પ્રિન્ટ કળા મૂળ પાકિસ્તાનના સિંધમાંથી આવેલી છે, કચ્છના ખત્રી પરિવારોએ નેચરલ ડાઈનું કામ કર્યા બાદ ભુજ ભચાઉ માર્ગ પર કળાના નામથી જ અજરખપુર ગામ વસાવ્યું હતું

    કચ્છની ભૂમિ એટલે કળાઓના કારીગરોની ભૂમિ કચ્છમાં વિવિધ કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે જેઓ દેશ વિદેશમાં નામના મેળવી છે.એવી જ એક પ્રાચીન કચ્છની અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળા આજે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ થઈ છે. અજરખ બ્લોક પ્રિન્ટ કળાનાં કારીગરોની આવકમાં વધારો થયો છે પરંતુ સાથે જ આ કળાની નકલ પણ બજારોમાં વધી રહી હતી જેના માટે કારીગરોએ આ કળાને GI ટેગ અપાવવા અરજી કરી હતી ત્યારે હવે આ કળાને GI ટેગ મળ્યું છે.

    અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળા એ ભારતની લુપ્ત થતી કળામાંની એક હતી પરંતુ હવે તેને GI ટેગ મળતા હવે તે વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામશે. કચ્છમાં આ કલા છેલ્લા 500 વર્ષથી થઈ રહી છે.આમ તો અજરખ બ્લોક પ્રિન્ટ કળા મૂળ પાકિસ્તાનના સિંધમાંથી આવેલી કળા છે. કચ્છના ખત્રી પરિવારોએ નેચરલ ડાઈનું કામ કર્યા બાદ ભુજ ભચાઉ માર્ગ પર કળાના નામથી જ અજરખપુર ગામ વસાવ્યું હતું.

    દેશમાં કોઈ પણ કલાના નામ પર આખેઆખું ગામ વસ્યું હોય તે કંઈ નાનસૂની વાત નથી. દેશ-દુનિયામાં નામના મેળવનાર  કચ્છી અજરખને જવે જ્યોગ્રોફિક્લ ઈન્ડિકેશન (જીઆઈ) એટલે કે ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા મળી ગઈ છે. આ સમાચાર ફેલાતાંની સાથે જ કચ્છના અજરખના કારીગરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

    કચ્છમાં 200 જેટલા કારખાનામાં અજરખ કળાનું કામ કરવામાં આવે છે અને અંદાજિત 2000 જેટલા કારીગરો આ કળા સાથે સંકળાયેલા છે.પ્રિન્ટ કપડાંની કિંમત આમ તો કળા મુજબ હોય છે અને મોંઘુ પણ હોય છે. પરંતુ તેની માંગ ઓનલાઇન માર્કેટમાં પણ ખૂબ વધી રહી છે. ત્યારે જે મુખ્ય કારીગરો છે તેમને યોગ્ય ભાવ મળી રહે અને જે મોટાભાગે ઓનલાઇન સસ્તી કિંમતના નકલી માલ વેચાતો હોય છે તે બંધ થાય તેના માટે  GI ટેગ મેળવવા અરજી કરી હતી. કચ્છી અજરખને હવે GI ટેગ મળ્યું છે ત્યારે બજારમાં મળતી અજરખની નકલ પર હવે કાબૂ મેળવી શકાશે.

    અજરખ કળાના કારીગર અને છેલ્લા 50 વર્ષથી આ કળા કરી રહ્યા કારીગર ડૉ.ઇસ્માઇલ ખત્રીએ જણાવ્યું હતું કે, તેઓ 9મી પેઢી છે જે આ કળા ક્ષેત્રે કામ કરી રહી છે. 500 વર્ષથી આ અજરખ કળા કચ્છમાં થઈ રહી છે. વર્ષ 1634માં કચ્છના રાજા ભરમાલજી પહેલાના નિમંત્રણ દ્વારા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી કારીગર કચ્છ આવી વસ્યા હતા. રાજા રાવ ભરમાલજી ક્રાફટ કલાને કચ્છની વિવિધ હસ્તકલાઓમાં ખુબ જ રસ હતો અને તેમને અજરખ કળા પોતાના રાજ્યમાં લાવવા માટે સિંધના કારીગરોને બોલાવી તેમને અંજાર તાલુકાના ધમડકા ગામમાં આશરો આપ્યો હતો તો ત્યાર બાદ અજરખપુર, અંજાર, ભુજ અને ખાવડા ખાતે પણ કારીગરો અજરખ કળા ક્ષેત્રે કામ કરી રહ્યા છે.

    કચ્છી કસબીઓના છેલ્લા 10 વર્ષોથી જીઆઈ ટેગની માન્યતા મેળવવા પ્રયાસો કરી રહ્યા હતા. કારીગરોને બૌદ્ધિક સંપદા અધિકાર દિવસે સન્માનિત કરાયા હતા. અમદાવાદમાં અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠનના સભ્યોને જીઆઈ રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠનના અધ્યક્ષ અને અજરખ કલામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ યુકેની ડિમોન્ટ ફોર્ડ યુનિવર્સિટી તફરથી ઇસ્માઇલભાઈ ખત્રીને  ડોક્ટરની માનદ ડિગ્રીથી પણ સન્માનિત કરવાના આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply