Skip to main content
Settings Settings for Dark

નૈનીતાલના જંગલોમાં લાગી આગ, બુઝાવવા માટે પ્રયત્નો ચાલું

Live TV

X
  • નૈનીતાલના જંગલો 36 કલાકથી સળગી રહ્યા છે અને અત્યાર સુધીમાં કેટલાય હેક્ટર જંગલો બળીને રાખ થઈ ગયા છે. જંગલમાં લાગેલી આગને રોકવા માટે વન વિભાગે ભારતીય વાયુસેના અને ભારતીય સેનાની મદદ માંગી છે.

    નૈનીતાલના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે ભારતીય વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. શનિવારે આ હેલિકોપ્ટરે ભીમતાલ તળાવમાંથી પાણી ભર્યું અને તેની મદદથી જંગલમાં લાગેલી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નૈનીતાલના જંગલમાં લાગેલી આગને 36 કલાક થઈ ગયા છે, પરંતુ હજુ સુધી વન વિભાગ તેના પર કાબૂ મેળવી શક્યું નથી.

    જંગલની આગ હવે રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. આ કારણે તેને કાબૂમાં લેવા માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને નૈની તળાવમાં બોટિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નૈનીતાલ ડિવિઝન ફોરેસ્ટ ઓફિસર ચંદ્રશેખર જોશીએ જણાવ્યું કે આગ બુઝાવવા માટે મોર્ના રેન્જના 40 જવાનો અને બે ફોરેસ્ટ રેન્જર્સને તૈનાત કરવામાં આવ્યા છે.

    જ્વાળાઓ હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી

    નૈનીતાલ ભવાલી રોડ પર પાઈનના જંગલોમાં લાગેલી આગને કારણે આખો રસ્તો ધુમાડામાં ઢંકાઈ ગયો છે. ITI બિલ્ડીંગ પણ આગની લપેટમાં આવી છે. ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં આગના 31 નવા કેસ નોંધાયા છે. 33.34 હેક્ટર જંગલો બળીને રાખ થઈ ગયા છે.

    ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તમામ અધિકારીઓને એલર્ટ રહેવા અને સુરક્ષા માટે દરેક જરૂરી પગલા ભરવા સૂચના આપી છે. આ સાથે તેમણે તમામ વિભાગોના અધિકારીઓને સંકલન જાળવવા જણાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
apply