કમલાદેવી ચટ્ટોપાધ્યાયની 115મી જન્મજ્યંતિ | હેન્ડલૂમ અને રંગમંચ ક્ષેત્રે મહત્વની ભૂમિકા, ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ
Live TV
-
ભારતીય સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની કમલાદેવી ચટ્ટોપાધ્યાયની આજે 115મી જન્મ જ્યંતિ છે, ત્યારે ગૂગલે ખાસ ડૂડલ બનાવી તેમને યાદ કર્યા. 3 એપ્રિલ 1903માં જન્મેલા કમલાદેવીએ આઝાદી પછી હેલ્ડલૂમ અને રંગમંચમાં ક્ષેત્રે મહત્વની ભૂમિકા નિભાવી હતી. પરફોર્મિંગ આર્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થાઓ કમલાદેવીની દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે, જેમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, સંગીત નાટક એકેડેમી, સેન્ટ્રલ કૉટેજ ઇન્ડસ્ટ્રીઝ ઇમ્પોરિયમ અને ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે.
કમલાદેવી ચટ્ટોપાધ્યાય એક મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. તે એક સામાજિક સુધારકની સાથે અભિનેત્રી પણ હતા. કમલાદેવી બે શાંત ફિલ્મોમાં દેખાયા હતા. આમાંથી, એક કન્નડ ફિલ્મ ઉદ્યોગની પ્રથમ મૂંગી ફિલ્મ 'મૃચ્ક્તિકા (1931) અને ત્યાર બાદ તે ફિલ્મ 'તાનસેન' માં દેખાયા હતા. તેમણે સ્વાતંત્ર્ય ચળવળમાં મહિલાઓની ભાગીદારી માટે મહાત્મા ગાંધીને મનાવ્યા હતા. ત્યાર બાદ મહિલાઓએ પણ સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લીધો હતો.
કમલાદેવી ચટ્ટોપાધ્યાયનો જન્મ
કમલાદેવીનો જન્મ 3 એપ્રિલ 1903ના રોજ કર્ણાટકના મંગલોરમાં થયો હતો. તેમની 115મી જન્મદિવસ પણ અનેક લોકો તેમને યોદ કરી રહ્યા છે. કમલાદેવી ચટ્ટોધ્યાયે મહિલા અધિકાર, ધાર્મિક સ્વતંત્રતા, પર્યાવરણ માટે ન્યાય, રાજકીય સ્વતંત્રતા અને નાગરિક અધિકારો સંબંધિત પ્રવૃત્તિઓ માટે દરખાસ્ત કરી હતી.કમલાદેવીનું જીવન
કમલાદેવીના 2 લગ્ન હતા. તેમનું પ્રથમ લગ્ન 14 વર્ષની વયે જ હતું. તેના પતિના લગ્ન પછી ફક્ત 2 વર્ષમાં જ મૃત્યું થયુ હતું. તેઓ અભ્યાસ માટે ચેન્નઈની ક્વિન મેરી કોલેજ ગયા હતા. આ સમય દરમિયાન તેઓ સરોજિની નાયડુની નાની બહેનને મળ્યા હતા. આ પછી તેમણે સરોજિની નાયડુના ભાઇ હરેન્દ્ર નાથ ચટ્ટોપાધ્યાયને મળ્યા. થોડા સમય પછી કમલાદેવી અને હરેન્દ્ર નાથ લગ્ન કર્યા, જોકે બાદમાં તે અને હરદેન્દ્ર નાથે છૂટાછેડા લીધા હતા. તેઓ ઓક્ટોબર 29, 1988 ના રોજ 85 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા.કમલાદેવીને મળેલા સન્માન
કમલદેવી ચટ્ટોપાધ્યાયને ભારતનો સર્વોચ્ચ પદ્મ ભૂષણ (1955), પદ્મ વિભૂષણ (1987)નો સન્માન પણ આપવામાં આવ્યો હતો. વર્ષ 1966 માં તેમને તેમના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કામ માટે એશિયન સેલિબ્રિટી અને સંસ્થાઓએ આપવામાં આવેલા 'રેમન મેગ્સેસે એવોર્ડ' પણ આપવામાં આવ્યો હતો.કમલાદેવીએ લખેલા પુસ્તકો
કમલાદેવીએ આંતરરાષ્ટ્રીય સંબંધો પર ઘણા પુસ્તકો લખ્યા છે. તેમણે ધી અવેકિંગ ઓફ ઇન્ડિયન વુમન, જાપાન ઇન્ટ્સ વિકનેસ એન્ડ સ્ટ્રેન્થ, અંકલ સૈમ એમ્પાયર, ઇન વાર-ટોર્ન ચાઇના અને ટ્વેર્ડ્સ અ નેશનલ થિયેટર જેવા કેટલાક પુસ્તકો પણ લથ્યા હતા.કમલાદેવીનું થિયેટરમાં પ્રદાન
દિલ્હીની નેશનલ થિયેટર સ્કુલ, સંગીત નાટક એકેડેમી, સેન્ટ્રલ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એમ્પોરિયમ અને ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જેવા સંસ્થાઓને બનાવવા તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હતી.