જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૬૦ થી વધુ કૃષિ તજજ્ઞો નવી ભલામણોનું પ્રેઝેન્ટેશન રજૂ કરાશે
Live TV
-
ઓર્ગેનિક ખેતી પરના સંશોધનોને ખેડૂત સુધી લઇ જવા નિર્ધાર સાથે પાંચેય યુનિવર્સીંટીઓના ઉપકુલપતિ અને કૃષિ વૈજ્ઞાનિકો ત્રણ દિવસ સુધી કૃષિજ્ઞાનનું કરશે આદાન પ્રદાન
રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ, દાંતીવાડા, નવસારી અને આણંદ દ્વારા છેલ્લા એક વર્ષમાં ખેડૂતો માટે બહાર પાડવામાં આવેલી સંશોધન ભલામણો અને સૂચિત ખેતી પાકોની નવી જાત વેરાયટી પર આખરી પરિણામો જાહેર કરી આ પ્રકારોને માન્યતા આપવા માટેના કોમ્બીનાઇડ જોઇન્ટ એગ્રેસ્કો સેમિનારનો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે પ્રારંભ થયો હતો. ગુજરાતની ચાર કૃષિ યુનિ. જેમાં જૂનાગઢ,આણંદ, નવસારી અને દાંતીવાડા ચારેય કૃષિ યુનિ. તેમજ કામધેનું યુનિ. અમરેલીના ઉપકુલપતિશ્રીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોની ઉપસ્થિતીમાં ત્રિદિવસીય એગ્રીસ્કો બેઠકનો પ્રારંભ થયો હતો. જૂનાગઢ કૃષિ યુનિ.નાં વાઈસ ચાન્સેલર ડો. એ.આર.પાઠકની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકને દિપ પ્રાગટ્યથી પ્રારંભ આણંદ કૃષિ યુનિ.નાં ઉપકુલપતિ ડો. એન.સી. પટેલે કરાવ્યો હતો. સેમિનારમાં કૃષિ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકો ખેતીપાકોની નવી જાતો(પ્રકારો)ના આખરી પરિણામોનું પ્રેઝેન્ટેશન રજૂ કરી ખેડૂતો માટે લોકાર્પિત કરાશે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૪માં કોમ્બાઇન્ડ જોઇન્ટ એગ્રેસ્કો સેમિનારમાં વિવિધ જાતો– પ્રોડક્ટ અને નવા સંશોધનોને માન્યતા આપવામાં આવશે.
ત્રિદિવસીય સેમિનારમાં 5મી એપ્રીલના રોજ બપોરના ૩ કલાકે કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વિવિધ યુનિવર્સિટીના ૬૦ થી વધુ તજજ્ઞો સંશોધિત જાતો(પ્રકારો) અંગેના પરિણામો-ફળશ્રુતિ અને ખેડૂતને થનારા ફાયદાની છણાવટ કરશે.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.એ.આર.પાઠકે જણાવ્યું હતું કે, કૃષિ વૈજ્ઞાનિકોએ ક્લાઇમેટ ચેંજના પડકારો અને હવામાનની પતિકુળતા વચ્ચે ખેતીપાકો પર અસરો નિવારી તે અંગેના સંશોધનો પર ભાર મુક્યો હતો. ગુજરાત રાજ્યનાં કૃષિ નિયામક ડો. વી.એમ. મોદીએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં કૃષિ ઉત્પાદનને વધારવા ઓર્ગેનિક ફાર્મિંગ અને સજીવ ખેતીની દિશામાં ખેડુતોને જાગૃત કરી વૈશ્વિક ફલકે કૃષિ ઉત્પાદનો જેવા કે મગફળી અને કપાસમાં નિકાસ વેળાએ થતી રાસાયણિક ખાતરોની અને જંતુનાશક દવાઓની અસરવાળા ખેત જણસોમાં આફ્લાટોક્સીનથી થતી વિટંબણા નિવારી શકાય અને લોકોને સારુ આરોગ્ય પ્રદ અનાજ ઉપલબ્ધ કરાવી શકાય તે દિશામાં મુલ્યવર્ધન સાથે કૃષિ ઉત્પાદન અને કૃષિ માર્કેટીંગ બાબતે શ્રેષ્ઠ કાર્યક્રમો ઘડવાનો સમય છે. ખેતીમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, દરીયાકાંઠાનાં ચેરના વૃક્ષો અને વિલાયતી બાવળનાં જીન્સને કૃષિ પાકને સાથે સાંકળી દરીયાઇ ક્ષાર અને પાણીની અછતને પહોંચી વળવાની દિશામાં સંશોધનો થાય તે દીશામાં કામ થાય તેવી વાત કરી હતી.કામધેનું યુનિ.નાં ઉપકુલપતિ ડો. પી.એચ. વાટલીયા, સરદાર પટેલ કૃષિ યુનિ.નાં ડો. અશોક પટેલ, નવસારી કૃષિ યુનિ.નાં ડો. સી.જે.ડાંગરીયા, આણંદ કૃષિ યુનિ.નાં ડો. એન.સી.પટેલે કૃષિ યુનિ દ્વારા થયેલ કાર્યક્રમોની વિગતો આપી હતી. અને જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારનો કૃષિ વિભાગ ખેતીના યાંત્રિકી કરણ માટે ખેડુતોને વિવિધ પ્રકારની સહાય આપે છે. આ ઉપરાંત કૃષિ અને સંલગ્ન બાબતો બાગાયત, ભૂમિ સંરક્ષણ, ડેરી વિકાસ, પશુપાલન, અને સહકારની પ્રવૃત્તિતઓમાં નીતિ / યોજનાઓનું ઘડતર અને ખાતા દ્વારા અમલીકરણ, નિરીક્ષણ અને દેખરેખની કામગીરી કરે છે. ખેતીવાડી ખાતાના મુખ્ય ઉદેશ્ય ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પઘ્ધગતિઓની ટ્રેનિંગ આપી, જુદી જુદી યોજનાઓના અમલીકરણ દ્વારા ખેત ઉત્પાવદકતા વધારી ખેત પેદાશોમાં વધારો કરી રાજ્યની જરૂરિયાતો હાંસલ કરવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે, ખેડુતોને ખેતીના યાંત્રિકીકરણ માટે અપાતી વિવિધ સહાયોમાં કરબ, ઓટોમેટીક ઓરણી, હળ, ટ્રેક્ટર, પાવર ટીલર, રોટાવેટર, તાડપત્રી, કલ્ટીવેટર દાંતી, ડીકેટીકેટર ફોલવાનું મશીન સહિત અનેક પ્રકારની સહાયો આપવામાં આવી રહી છે. બાગાયત વિભાગ દ્વારા પણ અનેકવિધ યોજનાઓ અમલી છે. જેનો ખેડુતોએ લાભ લઇ ખેતઉત્પાદન વધારવા અને વર્ષ ૨૦૨૨માં ખેતીની આવક બમણી કરવાનાં ગોલને દેશમાં મોખરાનાં સ્થાને હાંસલ કરવા અનુરોધ કરી આગામી સમયની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને થયેલા સંશોધનોને આવકારી ખેડુતોને આ નવા પરિણામ સ્વરૂપ પ્રયોગોના અંતે બહાર પડેલી ભલામણો ઉપયોગી બનશે તેમ જણાવ્યું હતું.
કૃષિ સંશોધકોએ ઓર્ગેનિક ખેતી પર થયેલા સંશોધનો અને પરિણામોની ફળશ્રતિ ખેડૂત સુધી પહોંચે તે માટેના આયોજન પર ભાર મૂકી હવે ગુજરાત ખેતીક્ષેત્રે નવીસ સિદ્ધિઓ હાંસલ કરશે તેમ જણાવી ઉમેર્યુ હતુ કે આપણા દેશના મુખ્યભ ઉદ્યોગોમાં કૃષિ અને પશુપાલન આજે પણ સૌથી વધુ મહત્વર ધરાવે છે. ગુજરાત રાજ્ય પણ કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં આગળ પડતું સ્થા ન ધરાવે છે જ અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે - પશુપાલન ક્ષેત્રે તો ગુજરાત કદાચ સૌથી મોખરે છે. ગુજરાતના આ બંને મહત્વનાં ક્ષેત્રોમાં ગુજરાત સદાય અગ્રેસર રહે તે હેતુથી જ ગુજરાત રાજ્યમાં ૧૯૭૨ માં પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. આ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રાજ્ય હતું. જો કે કૃષિ યુનિવર્સિટી વધુ સારી રીતે અસરકારક રીતે કાર્ય કરી શકે તે માટે તત્તકાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ એક કૃષિ યુનિવર્સિટીને બદલે ચાર કૃષિ યુનિવર્સિટીઓ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી-દાંતીવાડા, આણંદ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને જૂનાગઢ કૃષિ યુનિ કાર્યરત કરી છે. તદઉપરાંત કામધેનુ યુનિ દ્વારા રાજ્યનાં પશુધનની પણ ખેવના કરી છે. જેમાં ખેતીવાડી, પશુપાલન, મત્યોર્સ ધોગ વગેરે ક્ષેત્રે જુદા જુદા પ્રકારના ડિપ્લોમા સ્નાતક, અનુસ્નાતક તથા પી.એચ.ડી સુધીના અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. તેમજ રિસર્ચ (સંશોધન) થકી જુદા જુદા પ્રકારનાં બિયારણોનાં સંશોધનો કરવા, પાક ઉત્પાદન વધારવા, પાકોના રોગો અટકાવવા જરૂરી સંશોધનો કરવાં તેમજ ખેતીવાડીમાં નવી ટેકનોલોજીનો વિકાસ થાય તેવાં સંશોધનો કરવા ઉપરાંત પશુપાલન ક્ષેત્રે જરૂરી વિકાસ થાય તે માટે પશુઓમાં થતા રોગો અટકાવવા તેમજ દૂધ ઉત્પાદન વધારવા જરૂરી સંશોધન કરવામાં આવે છે. એક્ષટેન્શાન એક્ષટેન્શ્ન કાર્યક્રમ હેઠળ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ જુદાં જુદાં સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે.