Skip to main content
Settings Settings for Dark

IAS ઓફિસર હોવા છતાં ઓફિસ જવા વાપરે છે સાઈકલ

Live TV

X
  • લક્ઝયુરીયસ કારનો ઉપયોગ કરવાને બદલે, સાયકલનો ઉપયોગ વધે તો પર્યાવરણ સંરક્ષણમાં ફાયદો થાય.

    આજની ભાગદોડવાળી વ્યસ્ત જીંદગીમાં સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાને પોસાય એવા વાહનનો ઉપયોગ અવરજવર માટે કરે છે. પરંતુ આજે એક એવી વિશિષ્ટ વ્યક્તિ વિશે વાત કરવી છે, જે IAS ઓફિસર હોવા છતાં ઓફિસ જવા સાઈકલ વાપરે છે. સરકારમાં ઉચ્ચ પદ પર બિરાજેલ વ્યક્તિ સ્વેચ્છાએ સરકારી વાહનનો ઉપયોગ ત્યજીને સાઈકલ પર અવરજવર કરે એ વાત માન્યામાં આવે ? પરંતુ આ એક હકીકત છે. સ્વાસ્થ્ય અંગે જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ સાથે સરકારી ખર્ચમાં ઘટાડો કરવાની આ વિશેષ પહેલથી છોટાઉદેપુરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા સરકારી અધિકારીની વાત છે.

    વર્તમાન સમમયાં 12- 15 વર્ષના વિદ્યાર્થી સાયકલ પર શાળાએ જવામાં શરમ અનુભવે છે ત્યારે સાઈકલ પર ઓફિસ જઈ રહેલા આ યુવાન છે, છોટાઉદેપુરના પ્રાંત અધિકારી પ્રવિણ ચૌધરી.. આમ તો IAS અધિકારીને સરકાર તરફથી ડ્રાઈવર સાથેની એસી વાળી ગાડી તથા અન્ય સવલતો આપવામાં આવે છે. સામાન્ય રીતે અધિકારી અને એમના પરિજનો પણ  ઓફિસ સમય ઉપરાંત પણ આ સગવડોનો ઉપયોગ કરતાં હોય છે, પરંતુ પ્રવિણભાઈ તેમના નિવાસેથી ઓફિસ આવવા જવા સાઈકલનો ઉપયોગ કરે છે. અન્ય કર્મચારીઓ કરતાં પહેલાં ઓફિસ પહોંચી જાય છે.

    એક જવાબદાર ઉચ્ચ અધિકારી હોવાથી સમયના અભાવે વ્યાયામ ન કરી શકતા પ્રવિણભાઈ ફીઝીકલ ફીટનેસ અંગે સભાન છે એટલે જ નિયમિત સાયકલીંગ કરી તેઓ પોતાને તંદુરસ્ત રાખે છે. તેઓ માને છે કે, ભારતના યુવાનો ફ્યુઅલ બાળીને બાઈકનો ઉપયોગ કરવા કે દેખાવ ખાતર લક્ઝયુરીયસ કારનો ઉપયોગ કરવાને બદલે જો સ્વસ્થતાને મહત્વ આપી સાયકલ વાપરે તો દેશનો વિકાસ ઝડપી બનશે. વળી પેટ્રોલ, ડીઝલ જેવા પ્રાકૃતિક સંસાધનોનો સ્ત્રોત  દિવસે દિવસે ઓછો થઈ રહ્યો છે તેવામાં જો સાયકલનો ઉપયોગ વધે તો પર્યાવરણ સંરક્ષણમાં ફાયદો થાય.

    રાજસ્થાનના નાગોરના એક સામાન્ય પરિવારમાં જન્મેલા પ્રવિણભાઈનો પરિવાર આજે દેશનો એક અસમાન્ય પરિવાર બની ચૂક્યો છે. પ્રવિણ ચૌધરી મદ્રાસ IIT માં અભ્યાસ બાદ 2014 ની બેચના IAS અધિકારી બન્યા . એમની એક બહેન 2009 ની બેચના IAS છે અને બીજી બહેન 2012 બેચના IAS અધિકારી છે.પિતાની પ્રેરણાને અનુસરીને ચાલતા પ્રવિણભાઈની કાર્યશૈલી સાથે જીવનશૈલી પણ સાદગીસભર છે. સરકારી અધિકારીની આ પહેલને છોટાઉદેપુરના બુધ્ધિજીવીઓ અને લોકો આવકારી રહ્યાં છે.

    એક સરકારી અધિકારીની સાદગી, પર્યાવરણ સંરક્ષણની સમજ અને સ્વાસ્થ્ય અંગેની જાગૃતતા યુવાનો , અધિકારીઓ તથા સમસ્ત સમાજ માટે પ્રેરણારૂપ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply