ચંપારણ્ય આંદોલન કાર્યક્રમમાં 20 હજાર સ્વચ્છાગ્રહી શપથ લેશે
Live TV
-
10 એપ્રિલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચંપારણ્ય પહોંચીને વિશેષ સમારંભમાં ભાગ લેશે.
પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય સચિવ પરમેશ્વરમ્ અય્યરે જણાવ્યું હતું, કે ચંપારણ્ય આંદોલન શતાબ્દી વર્ષની ઉજવણી માટે ખાસ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. "સ્વચ્છતાથી સત્યાગ્રહ " નામે યોજાનારો સમારંભ ત્રણ થી દસ એપ્રિલ સુધી ચાલશે. કાર્યક્રમમાં 20 હજાર સ્વચ્છાગ્રહી શપથ લેશે. આ પૈકી દસ હજાર સ્વચ્છાગ્રહી બિહારના જ છે. આ સ્વચ્છાગ્રહીઓ ગામેગામ સ્વચ્છતાનો સંદેશો પહોંચાડશે. 10 એપ્રિલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચંપારણ્ય પહોંચીને વિશેષ સમારંભમાં ભાગ લેશે. ચંપારણ્ય આંદોલન શતાબ્દી સમાપન સમયે સમારંભનું આયોજન થયું છે.