Skip to main content
Settings Settings for Dark

કમ્યુનિટી કિચન, લોકજાગૃતિ અને જરૂરિયાતમંદ સમૂહને મદદ કરવા સ્વૈચ્છીક સંસ્થાઓ માટે નીતિ આયોગની એડવાઈઝરી

Live TV

X
  • લોકડાઉનની શરૂઆત સાથે જ પાટણ જિલ્લા વહિવટી તંત્રએ અપનાવેલી વ્યવસ્થા નીતિ આયોગની એડવાઈઝરીથી હવે દેશભરમાં લાગુ થશે

    માહિતી વિભાગ, પાટણ : સામાજીક અંતર જળવાઈ રહે તે માટે પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો આગળ રાઉન્ડ માર્કિંગની પહેલ દેશભરમાં અપનાવવામાં આવી છે. રાઉન્ડ માર્કિંગ સિસ્ટમના પાયોનિયર રહેલાપાટણ જિલ્લાની વધુ એક પહેલ દેશભરમાં લાગુ કરવામાં આવી છે. લોકડાઉનની શરૂઆત સાથે જ ભોજન વિતરણ અને જનજાગૃતિની જે વ્યવસ્થા શહેરમાં ઉભી કરવામાં આવી હતી તે જ પ્રકારની વ્યવસ્થા દેશના દરેક જિલ્લામાં ઉભી કરવા કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા ગત તા.૦૮ એપ્રિલના રોજ એડવાઈઝરી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

    કોરોના વાયરસ મહામારીને નાથવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૨૫ માર્ચથી ૨૧ દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. ધંધા-રોજગાર બંધ થતાં છુટક મજૂરી કરીને પેટીયું રળતા પરિવારોના જીવનનિર્વાહની દરકાર કરી જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં એક સ્વૈચ્છીક સંસ્થાને લાઈઝનીંગની જવાબદારી આપી તમામ સંસ્થાઓને તેના વડપણ હેઠળ કામ કરવા ચોક્કસ માળખું નક્કી કરવામાં આવ્યું. ગત તા.૨૪ માર્ચના રોજ યોજાયેલી આ બેઠકમાં નક્કી કરવામાં આવેલા માળખા મુજબ વિતરણ વ્યવસ્થા સફળતાપૂર્વક ચાલી.

    કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ સ્થાનિક સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે સંકલન માટે જિલ્લા કક્ષાએ એક નોડલ ઑફિસરની નિમણૂંક કરવામાં આવે, એક મુખ્ય સ્વૈચ્છીક સંસ્થા નક્કી કરવામાં આવે જે  અન્ય તમામ સંસ્થાઓ વતી નોડલ ઑફિસર સાથે સંકલનમાં રહે. વધુમાં નોડલ ઑફિસર અને મુખ્ય સ્વૈચ્છીક સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલા વિસ્તારો મુજબ અન્ય સ્વૈચ્છીક સંસ્થાઓને જે તે વિસ્તારની જવાબદારી સોંપવામાં આવે.

    પાટણ શહેરની વાત કરીએ તો જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઠરાવ્યા મુજબ એક જ સંસ્થા દ્વારા કમ્યુનિટી કિચન ચલાવવામાં આવ્યું અને બાકીની સંસ્થાઓને શહેરના વોર્ડદિઠ સોંપવામાં આવેલી જવાબદારી મુજબ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું. માત્ર ભોજન વિતરણ જ નહીં પણ હૉમ કોરોન્ટાઈન કરવામાં આવેલા પરિવારને ભોજન ઉપરાંતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમના ઘરઆંગણે મળી રહે તે માટે મદદ પણ કરવામાં આવી. સાથે સાથે સામાજીક અંતર જાળવવા, માસ્ક પહેરવા, હેન્ડવૉશ અને સેનેટાઈઝરના ઉપયોગ અંગે જનજાગૃતિ કેળવવા પણ આ સ્વૈચ્છીક સંસ્થાઓ અને તેમના સ્વયંસેવકોએ તેમને સોંપાવામાં આવેલા વિસ્તારોમાં રાત-દિવસ કામ કર્યું.

    ચોક્કસ વિસ્તારમાં એક સાથે વિવિધ સંસ્થાઓ સેવાઓ આપે ત્યારે અમુક લાભાર્થીઓને વધુ જથ્થો મળે અને અન્ય વિસ્તારમાં ખરેખર જરૂરિયાતમંદ હોય તે સેવાથી બાકાત રહી જાય. આવી શક્યતાઓ ટાળવા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના દૂરંદેશીપણા તથા સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગ અને સંકલનથી લોકડાઉનના સમયગાળામાં જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવા ચોક્કસ માળખું નક્કી કરવામાં આવ્યું. આજે પાટણનો એકપણ જરૂરિયાતમંદ પરિવાર ભુખ્યો નથી સૂતો તે સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી જિલ્લા વહિવટી તંત્રની સફળતા છે. જેના પગલે પાટણના આ વર્ક મોડેલને દેશભરમાં લાગુ કરવા નીતિ આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી એડવાઈઝરી પાટણ જિલ્લા માટે ગર્વની વાત છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply