છોટાઉદેપુર : પરપ્રાંતિય લોકોને વતન મોકલવા જિલ્લા તંત્ર તરફથી કરાઈ વ્યવસ્થા
Live TV
-
છોટાઉદેપુર, બૉડેલી અને નસવાડી મા મળી કુલ 18 બસો દ્વારા 400થી વધુ લોકોને વડોદરા રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યા
લોકડાઉન થતાં છોટાઉદેપુર જિલ્લામાં અટવાયેલા ઉત્તરપ્રદેશ ના લોકો ને તેમના વતન મોકલવા તંત્ર તરફથી વ્યવસ્થા કરાવાંમાં આવી છે, છોટાઉદેપુર જિલ્લાનાં છોટાઉદેપુર, બૉડેલી અને નસવાડી મા મળી કુલ 18 બસો દ્વારા ચારસો થી વધુ લોકોને વડોદરા રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યા છે, અને ત્યાથી વિશેષ ટ્રેન દ્વારા યુપી મોકલવામાં આવશે, છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ તાલુકામાં રહેતા અને નાના મોટા ધંધો રોજગાર મજૂરી કરતા યુપીના લોકો લોકડાઉન થતાં વેપાર ધંધા મજૂરી બંધ હોવાથી પોતાના વતન જવા માંગતા હતા ત્યારે રાજ્ય સરકાર તરફથી પોતાના વતન જવા માંગતા તમામ પરપ્રાંતીય લોકોને પોતાના ઘરે જવા માટેની મંજૂરી આપી હતી અને વિશેષ ટ્રેન ની સુવિધા કરી છે જેને લઈ વતન જવાની તંત્ર પાસે માંગણી કરનાર તમામ લોકોને વડોદરા સુધી મોકલવા માટે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એસ ટી બસો ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ નું મેડીકલ ચેકઅપ કરી સોશીયલ ડિસ્ટન્સિંગ ના નિયમો નું પાલન સાથે બસમાં પચાસ ટકા મુસાફરો ને બેસાડી એક પણ રૂપિયો ભાડુ લીધા વિના વડોદરા રેલવે સ્ટેશન સુધી પહોંચાડવાની સુચારુ વ્યવસ્થા કરી હતો તો તમામ લોકો માટે પીવાના પાણીના બોટલ અને પારલે બિસ્કિટની પણ વ્યવસ્થા પણ કરી હતી.
