કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની ત્રિદિવસીય જન આશીર્વાદ યાત્રા, આવતીકાલે ખેડાની કાવડ ચોકડીએ સ્વાગત થશે
Live TV
-
ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જાહેર સભામાં ભાગ લીધા પછી ડાકોર દર્શન કરી નડિયાદ આવશે અને જ્યાં શ્રી સંતરામ મંદિર દર્શન કરશે
તાજેતરમાં કેન્દ્ર સરકારમાં સંચાર અને પોસ્ટ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે ખેડા ના સાંસદ દેવુસિંહ ચૌહાણને સ્થાન મળ્યા પછી, તેઓ ત્રણ દિવસ જન આશિર્વાદ યાત્રા અનુસંધાનમાં 18મી ઓગસ્ટના રોજ ખેડા જિલ્લાના કાવડ ચોકડીએ આવીને જીલ્લામાં પ્રવેશ કરશે, તે સમયે તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવશે. બાદમાં તેઓ ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જાહેર સભામાં ભાગ લીધા પછી ડાકોર દર્શન કરી નડિયાદ આવશે અને જ્યાં શ્રી સંતરામ મંદિર દર્શન કરશે. આ ઉપરાંત, તેઓ સરદાર પટેલના જન્મ સ્થળે પણ જશે., આ ઉપરાંત, ઇપકો હોલ ખાતે યોજાનાર સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ પણ હાજર રહેશે.
