Skip to main content
Settings Settings for Dark

કેન્સર જેવી બીમારીમાં દવા રૂપે ઉપયોગમાં લેવાતા ખાસ મશરૂમને ગુજરાતના વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં ઉગાડયું

Live TV

X
  • કેન્સર જેવી બીમારીમાં દવા રૂપે ઉપયોગમાં લેવાતા ખાસ મશરૂમને ગુજરાતના વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં ઉગાડયું છે. કચ્છ જિલ્લામાં આવેલા ગુજરાતના Institute of Desert Ecology ના વૈજ્ઞાનિકોએ Cordyceps Militaris નામના મશરૂમને લેબોરેટરીમાં સફળ રીતે ઉછેર કર્યો છે. આ મશરૂમની કિંમત 1.5 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. આ મશરૂમ Anti Microbial, Anti Oxidant, Anti Viral, Anti Diabetic, Anti Cancer, Anti Tumor સહિતના ઘણા ગુણ ધરાવે છે, જે ગંભીર બિમારીઓ સામે લડવા સક્ષમ છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં 35 હજારમાં મશરૂમનો ઉછેર કર્યો હતો. તેમાં ત્રણ મહિનામાં 350 ગ્રામ મશરૂમનું ઉત્પાદન થયું હતું. હવે વૈજ્ઞાનિકોએ આનો ઉછેર કરવા ઉત્સાહી લોકોને નજીવી ફી લઇને તાલીમ આપવાની પણ તૈયારી કરી છે. આ મશરૂમની ખાસિયતને કારણે તેને Himalayan Gold પણ કહેવાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply