Skip to main content
Settings Settings for Dark

સેલવાસના સાતમાલિયા ડિયર પાર્કમાં વન્યજીવોને આખું વર્ષ ખોરાક પાણી મળી રહે એવી વનવિભાગે કરી વ્યવસ્થા

Live TV

X
  • કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના દપાડા ગામે આવેલું સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. 310 હેક્ટર વિસ્તારમાં પ્રસરેલા અભ્યારણમાં નીલગાય, ચોસિંગા, સાબર, ચિતલ જેવા 400 થી વધુ વન્યજીવો કુદરતના ખોળે ધીંગા મસ્તી અને કિલ્લોલ કરતા નજરે પડે છે. સાતમાલિયા અભ્યારણ કુદરતી ડુંગરાળ વિસ્તાર ધરાવે છે જેમાં વિપુલ પ્રમાણમાં વન્યસંપત્તિઓ આવેલી છે. અહીં વસવાટ કરતા વન્યજીવોને આખું વર્ષ નિરાંતે ખોરાક પાણી મળી રહે એવી કુદરતી અને માનવ સર્જિત વ્યવસ્થા સેલવાસ વનવિભાગે કરેલી છે. ત્યારે પાનખર અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આ વન્યજીવોને ખોરાક પાણી મળી રહે અને એમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે વ્યાપક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગરમીના દિવસોમાં વહેલી સવારે વન્યજીવોને ખોરાક આપવા માટે કેરટેકર વિશેષ અવાજ દ્વારા એસેમ્બલી પોઇન્ટ પર ભેગા કરવામાં આવે છે જયાં એમને કેટલ ફીડ,જુવાર બાજરીના પીલિયા, શેરડીની ચીમરી અને સૂકો ઘાસચારો આપવામાં આવે છે. અભ્યારણમાં પીવાના પાણી માટે કુદરતી તળાવ, ચેકડેમ અને કૃત્રિમ તળાવ તૈયાર કરાયા છે. ગરમીમાં તળાવમાં પાણીનો પૂરતો જથ્થો રહે એ માટે કૂવો અને નદીમાંથી પાઇપલાઇનથી પાણી લાવી ઓવરહેડ ટાંકી વડે તળાવમાં ઠાલવવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply