Skip to main content
Settings Settings for Dark

કેવડિયામાં રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ, વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધા ઉભી કરાશે

Live TV

X
  • 15મી ઓક્ટોબર સુધીમાં કેવડીયાને ટોટલ ટુરિઝમ સેન્ટર બનાવવાની નેમ છે

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે પહેલી સપ્ટેમ્બરથી રીવર રાફટિંગ ની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે. આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાતોની મદદ થી કરવામાં આવ્યો છે.

     સ્થળે બારેમાસ 600 ક્યુસેક જેટલો જળ પ્રવાહ રહે છે એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠો શીખશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે જીઓના સહયોગથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી vifi સેવા શરૂ કરાવી છે. સાથે જ અહીં વિશ્વ વન ઉછેરવામાં આવી રહ્યું છે. જેમાં આખા વિશ્વના વનસ્પતિ વૈવિદ્યનો ઉછેર કરાશે. જંગલ સફરીમાં જીરાફ અને ગેંડા સહિતનું પ્રાણી વૈવિધ્ય જોવા મળશે. બટર ફ્લાય પાર્ક પતંગિયા ઉદ્યાનમાં રંગબેરંગી પતંગિયાના આનંદ દર્શન થશે.કેક્ટસ ગાર્ડન માં મનમોહક કેક્ટસ જોવા મળશે.અહીં ટપક સિંચાઈ થી વન ઉછેરવામાં આવી રહ્યું છે.

    કાયમ માટે અદભુત રાત્રી પ્રકાશ વ્યવસ્થા કરાશે જેના લીધે પ્રવાસીઓ કેવડીયાનું રાત્રી દર્શન કરી શકશે.15મી ઓક્ટોબર સુધીમાં કેવડીયાને ટોટલ ટુરિઝમ સેન્ટર બનાવવાની નેમ છે. મુખ્યમંત્રીએ જંગલ સફારીના વિકાસનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમના પત્ની અંજલિબહેન રૂપાણી,સરદાર સરોવર નર્મદા નિગમના એમડી રાજીવ કુમાર ગુપ્તા,જિલ્લા કલેક્ટર શ્રી આઇ. કે.પટેલ સહિત મહાનુભાવો એમની સાથે રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply